અમેરિકાના ટિમ નામના માણસને સાપના ઝેરની અસર થતી નથી

છેલ્લા 20 વર્ષથી સાપના ઝેર સામે લડી શકાય તેવી ક્ષમતા ભેગી કરી : 200 સાપ તેને કરડાવામાં આવ્યા !!

World, Off-beat | 08 May, 2025 | 11:49 AM
ટિમના શરીરમાં એન્ટી-વેનમ રસી તૈયાર થઇ ગઇ છે : ઝેરના 700 ડોઝ લીધા
સાંજ સમાચાર

ન્યુયોર્ક: અમેરિકાના ટિમ ફ્રીડે નામના અભ્યાસુએ પોતાના શરીરને જ પ્રયોગશાળા બનાવી દીધું છે. તેમણે છેલ્લાં 20 વર્ષથી થોડું-થોડું સાપનું ઝેર લઈને શરીરમાં કુદરતી રીતે જ સાપના ઝેર સામે લડી શકાય એવી ક્ષમતા ભેગી કરી લીધી છે.

શરીર થોડી માત્રામાં ઝેર ખમી લે એ પછી ફરીથી એનાથી થોડું વધારે ઝેર શરીરમાં નખાય છે અને ઉત્તરોત્તર માત્રા વધારતા જઈને તેમ જ વિવિધ પ્રકારના સાપનાં ઝેરનો ઉમેરો કરીને શરીરમાં કુદરતી રીતે એ માટેનાં ઍન્ટિબોડીઝનું નિર્માણ થવા માંડે છે. 

20 વર્ષમાં ટિમે લગભગ 700 વાર ઝેરના ઉત્તરોતર વધતા ડોઝ લઈને પોતાની જાતને એટલી હાઇપર ઇમ્યુન કરી લીધી છે કે હવે તેના શરીર પર કોઈ ઝેરની અસર નથી થતી. આ પ્રયોગ પછી ટિમને 200 વાર અલગ-અલગ પ્રકારના સાપ કરડાવવામાં આવ્યા છે અને એમાંથી કોઈ પણ ઝેર તેના શરીરમાં માઠી અસર કરી શક્યું નથી.

મતલબ કે તેના લોહીમાં એટલી મજબૂત રોગપ્રતિકારકતા ડેવલપ થઈ ગઈ છે કે તેના લોહીમાંથી ઍન્ટિબોડીઝ કાઢીને એમાંથી હવે વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

ટિમના લોહીમાંથી તારવેલાં ઍન્ટિબોડીઝ એ વિશ્વના કોઈ પણ સાપના ઝેર પર અસરકારક થઈ શકશે એવો દાવો વૈજ્ઞાનિકોનો છે. હવે આ ભાઈ હરતીફરતી વૈક્સિનની ફેક્ટરી તરીકે પણ ફેમસ થઈ ગયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj