રાજકોટ સહિત દેશની સાત એઈમ્સ સાથેના હજારો કરોડોના વિકાસકામોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન

સૌના માટે આરોગ્ય અને સમૃદ્ધિ એ મારી ગેરન્ટી છે: મોદી

Gujarat | Rajkot | 26 February, 2024 | 12:13 PM
◙ દેશના લોકોના આરોગ્ય-સમૃદ્ધિ વધારવાનું જ અમારી સરકારનું ધ્યેય છે: ગરીબ-જરૂરીયાતમંદ લોકોને આયુષ્યમાન ભારતની જનઔષધી, ઉજજવલા યોજનાથી સસ્તા ડેટા મારફત રૂા.2.50 લાખ કરોડની બચત થઈ છે
સાંજ સમાચાર

◙ હવે વિજબિલ ઝીરો કરવા પ્રયાસ: સુર્ય ઘર યોજનાથી દર મહિને 300 યુનિટ વિજળી ફ્રી મળશે: વધારાની વિજ વેચી શકાશે

 

◙ 10 વર્ષમાં હેલ્થકેર સીસ્ટમમાં વ્યાપક ફેરફાર: એઈમ્સ-મેડીકલ કોલેજ સહિતની માળખાકીય સુવિધાનો વિકાસ: નાની બિમારી સામે 1.10 લાખ આરોગ્ય મંદિર બનાવાયા છે

 

◙ વિકાસ કાર્યોથી ભરપુર પ્રવચનમાં હળવો રાજકીય ટપલી પણ મારી: રાયબરેલીમાં કોંગ્રેસના શાહી કુટુંબે રાજ કર્યું અને રાજકારણ ખેલ્યું એ એઈમ્સની આપેલી ગેરન્ટી પુરી કરી છે: સરકારને દેશના ખૂણા ખૂણા સુધી પહોચાડી છે

 

આજે અહીંથી રૂ. 48 હજાર કરોડના વિકાસ પ્રોજેકટસ દેશને મળ્યા છે. નવી મુંદ્રા-પાણીપત પાઈપલાઈનના શિલાન્યાસથી ગુજરાતથી કાચું ઓઈલ હરિયાણાની રિફાઈનરી સુધી જશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રોડ, બ્રિજ, ડબલ રેલવે ટ્રેક, આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સુવિધાઓ મળી છે અને હવે એઈમ્સ પણ રાજકોટને સમર્પિત છે. માત્ર, રાજકોટ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થાના આરોગ્ય ક્ષેત્રનું માળખું કેવું હોય તેની ઝલક રાજકોટમાં જોવા મળી રહી છે.

દેશમાં 50 વર્ષ સુધી માત્ર એક એઈમ્સ હતી અને સાત દાયકા સુધીમાં માત્ર સાત એઈમ્સને મંજૂરી અપાઈ હતી પરંતુ એક પણ પૂરી થઈ નહોતી. જો કે છેલ્લા 10 જ દિવસમાં સાત નવા એઈમ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયા છે.તેમણે દેશની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે, જે છેલ્લા 60-70 વર્ષમાં નથી થયું તેવા કામો ઘણી ઝડપથી પૂરા કરીને દેશની જનતાના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ. આજે દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્થ સંબંધિત પ્રોજેકટસના શિલાન્યાસ અને ભૂમિપૂજન થયા છે.

રાજકોટને એઈમ્સની આપેલી ગેરંટી ત્રણ વર્ષમાં પૂરી કરી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, પંજાબના ભટીંડા, પશ્ચિમ બંગાળના કલ્યાણ, આંધ્ર પ્રદેશના મંગલાગીરી અને ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એઈમ્સની આપેલી ગેરંટી પણ પૂરી કરી છે.દેશવાસીઓને વિશ્વાસ અપાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જ્યાં અન્યો પાસેથી અપેક્ષા ખતમ થઈ જાય છે, ત્યાંથી વર્તમાન કેન્દ્ર સરકારની ગેરંટી શરૂ થાય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતે કોરોનાને કેવી રીતે હરાવ્યો એની ચર્ચા આજે આખા વિશ્વમાં થઈ રહી છે. જેનું કારણ છેલ્લા દસ વર્ષમાં ભારતની હેલ્થ કેર સિસ્ટમમાં આવેલ ધરખમ ફેરફાર છે. છેલ્લા દસકામાં AIIMS, મેડિકલ કોલેજ, ક્રિટિકલ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. રાજ્યના લોકો પહેલાં કેન્દ્ર સરકાર પાસે AIIMSની માંગણી કરીને થાકી જતા હતા ત્યારે આજે દેશમાં એક પછી એક AIIMS હોસ્પિટલ અને મેડિકલ કોલેજો ખુલી રહી છે. છેલ્લા દસ વર્ષમાં સરકારે 10 AIIMS દેશના અલગ-અલગ રાજ્યોમાં મંજૂર કરી છે.

છેલ્લા દશકમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓના થયેલા વિકાસ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે નાની બીમારીઓ સામે રક્ષણ મેળવવા ગામડે-ગામડે 1.50 લાખ જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવાયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાં દેશમાં 370 થી 380 જેટલી મેડિકલ કોલેજો હતી, આજે દેશમાં 700થી વધારે મેડિકલ કોલેજો છે. MBBSની 50 હજાર સીટો વધીને આજે એક લાખ જેટલી થઈ છે. મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનની 30 હજાર સીટો આજે વધીને 70 હજાર થઈ છે. 

દેશમાં 64 હજાર કરોડ રૂપિયાનું આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ચાલી રહ્યું છે. આજે સરકારની પ્રાથમિકતા બિમારીઓથી બચાવવાની જ નહીં પરંતુ બિમારીઓની સામે લડવાની ક્ષમતા વધારવાની પણ છે. આજે દેશમાં પોષણ, યોગ, આયુષ, સ્વચ્છતા પર ભાર અપાઈ રહ્યો છે. જેનાથી લોકોની બિમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો થયો છે.

આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોગ અને નેચરોપેથી સાથે જોડાયેલા મોટા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન થયું છે અને ગુજરાતમાં પારંપારિક ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલું WHOનું વૈશ્વિક સેન્ટર બની રહ્યું છે જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે દેશમાં પારંપારિક ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ બંને પર ભાર અપાઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પરિણામે ગરીબ અને જરૂરતમંદ વર્ગોને થયેલી બચત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજનાથી દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂ. એક લાખ કરોડ, જન ઔષધી કેન્દ્રોમાં 80 ટકા ડિસ્કાઉન્ટથી રૂ. 30 હજાર કરોડ, ઉજ્જવલા યોજનાના માધ્યમથી રૂ. 70 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. સરકારે સસ્તો ડેટા આપી મોબાઈલ વપરાશકર્તાના દર મહિને રૂ. 4 હજાર  બચાવ્યા છે. જ્યારે ટેકસ સંબંધીત સુધારાઓથી કરદાતાઓના રૂ. 2.5 લાખ કરોડની બચત થઈ છે.

ગરીબ અને મધ્યમવર્ગી પરિવારોને વધુ બચત થાય તે માટે સરકાર નવી યોજના લાવી રહી છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે સરકાર દ્વારા વીજળી બિલ ઝીરો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના માધ્યમથી દેશના લોકોની આવક અને બચતમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ યોજનાથી જોડાયેલા લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે અને બાકીની વીજળીની સરકાર ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવશે. આજે કચ્છમાં બે મોટા સોલાર પ્રોજેકટ અને વિન્ડ એનર્જી પ્રોજેકટ નું શિલાન્યાસ થયો જેનાથી ગુજરાતની રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.

પી.એમ. વિશ્વકર્મા અને સ્વનિધિ યોજના વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વકર્મા લોકો માટે રાષ્ટ્રવ્યાપી યોજના બનાવવામાં આવી છે. 13 હજાર કરોડની આ યોજનામાં આજે લાખો લોકો જોડાઈને પોતાનો વેપાર રોજગાર આગળ વધારી રહ્યા છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં 20 હજારથી વધારે લોકોની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. યોજનાના  પ્રત્યેક લાભાર્થીને રૂ. 15 હજારની મદદ પણ મળી છે. દેશમાં લારી, પાથરણા અને ફેરિયા લોકો માટે પીએમ સ્વનિધિ યોજના બનાવી 10 હજાર કરોડની મદદ આપવામાં આવી છે. આ યોજના અંતગર્ત ગુજરાતમાં પણ રૂ. 800 કરોડની મદદ મળી છે. રાજકોટમાં 30 હજારથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે.

યોજનાથી જોડાયેલા લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે અને બાકીની વીજળીની સરકાર ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવશે. આજે કચ્છમાં બે મોટા સોલાર પ્રોજેક્ટ અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટનું શિલાન્યાસ થયો જેનાથી ગુજરાતની રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.પી.એમ. વિશ્વકર્મા અને સ્વનિધિ યોજના વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વકર્મા લોકો માટે રાષ્ટ્રવ્યાપી યોજના બનાવવામાં આવી છે. 13 હજાર કરોડની આ યોજનામાં આજે લાખો લોકો જોડાઈને પોતાનો વેપાર રોજગાર આગળ વધારી રહ્યા છે.

આ યોજના અંતર્ગત ગુજરાતમાં 20 હજારથી વધારે લોકોની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. યોજનાના  પ્રત્યેક લાભાર્થીને રૂ. 15 હજારની મદદ પણ મળી છે. દેશમાં લારી, પાથરણા અને ફેરિયા લોકો માટે પીએમ સ્વનિધિ યોજના બનાવી 10 હજાર કરોડની મદદ આપવામાં આવી છે. આ યોજના અંતગર્ત ગુજરાતમાં પણ રૂ. 800 કરોડની મદદ મળી છે. રાજકોટમાં 30 હજારથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે.

મોદીનો જાદુ જોવા મળ્યો

રાજકોટમાં વડાપ્રધાનની આ સૌથી વિશાળ સભા ગણી શકાય અને જયારે તેઓ રોડ-શો બાદ સભા ક્ષેત્ર વિસ્તારમાં પ્રવેશ્યા અને આગળ વધી રહ્યા હતા તે સમયે લાઈવ દ્રશ્યો સ્ક્રીન પર દેખાતા હતા પણ મોદીને જોવા સભામાં હાજર હજારો લોકો ઉભા થઈ ગયા. વડાપ્રધાન કઈ બાજુથી આવે છે તે જાણવા ઉતેજના હતી અને સૌથી મહત્વનું વડાપ્રધાનને સૌએ સાંભળીને વારંવાર મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા. (તસ્વીર: દેવેન અમરેલીયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj