‘આર્ટિક્લ 370’, ‘લાપ્તા લેડીઝ’ સહિતની ફિલ્મોની આવતા સપ્તાહે રિલીઝ

આઇપીએલ અને રમઝાન પહેલા આગામી બે વીકમાં રિલીઝ થશે ઢગલાબંધ ફિલ્મો

India, Entertainment, Sports | 23 February, 2024 | 05:26 PM
સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં પરીક્ષાની સીઝન હોય છે ત્યારે નિર્માતા નવી ફિલ્મની રિલીઝ ટાળતા હોય છે પણ આ વર્ષે રમઝાન માર્ચના બીજા વીકે અને આઇપીએલ માર્ચના ત્રીજા વીકે શરૂ થાય છે ત્યારે પ્રોડ્યુસર્સ ફિલ્મો વહેલી રીલીઝ કરવા સજ્જ
સાંજ સમાચાર

મુંબઇ, તા.23
આ વર્ષની શરુઆત બોક્સ ઓફિસ પર ખૂબ જ નબળી થઇ છે. અત્યાર સુધીમાં માત્ર ઋત્વીક રોશનની ફાઇટર 200 કરોડની કલબમાં પહોંચી હતી. જ્યારે શાહીદ કપુરની ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા’ માંડ માંડ 50 કરોડ રૂપિયા રળી શકી છે.

આ ઉપરાંત બાકી ફિલ્મો ‘મેરી ક્રિસમસ’ અને ‘મૈં અટલ હું’ સારો દેખાવ નહોતી કરી શકી. આ પરિસ્થિતિમાં વરસની પ્રથમ ત્રિમાસિક નબળી રહેવાની આશા રખાઇ રહી છે. જો કે બોલીવૂડવાળા તેમના તરફથી કોઇ કસર રાખવા નથી માગતા, આ પરિસ્થિતિમાં બચેલા પાંચ વીકમાં લગભગ બે ડઝન જેટલી ફિલ્મો સિનેમા હોલમાં રીલીઝ થશે. જેમાંથી ‘ક્રેક જીતેગા તો જીયેગા’, ‘આર્ટિક્લ 370’, ‘ઓલ ઇન્ડિયા રેંક’, ‘ગોધરા એક્સિડેન્ટ કે કોન્સ્પાયરસી’, ‘કુસુમ કા બ્યાહ’, ‘દંગે’, ‘કાગઝ-2’, ‘રજાકાર’ અને ‘ડ્યુન-2’ જેવી ફિલ્મો આગામી બે શુક્રવારે જ રીલીઝ થઇ રહી છે.

ફિલ્મી દુનિયાના જાણકારોની વાત માનીએ તો ફેબ્રુઆરી-માર્ચ મહિનો મોટે ભાગે પરીક્ષાની સીઝન હોય છે જેથી આ મહિનાઓમાં મોટી ફિલ્મો ઓછી રીલીઝ થાય છે પરંતુ આ વખતે રમઝાન પણ માર્ચના બીજા વીકથી શરુ થાય છે. એટલે ઘણા સમયથી પોતાની ફિલ્મોની રીલીઝની વાટ જોતા ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મોને રમઝાન પહેલા રીલીઝ કરવા માગે છે એટલે આવતા વીકે અડધા ડઝનથી વધુ ફિલ્મો રીલીઝ થશે. તેમાં બોલીવૂડથી લઇને હોલિવૂડ અને સાઉથની ફિલ્મો પણ સામેલ છે.

માનવામાં આવે છે કે રમઝાન દરમિયાન ઓછા દર્શકો સિનેમાઘરોમાં જાય છે. ખરેખર તો માર્ચના બીજા અને ત્રીજા હપ્તામાં અજય દેવગનની ‘શૈતાન’ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ અને અદા શર્માની ‘બસ્તર’ જેવી મોટી ફિલ્મો રીલીઝ થશે. જ્યારે માર્ચના ત્રીજા સપ્તાહમાં આઇપીએલ શરુ થવાની ચર્ચા છે.

કદાચ આ કારણે આ વખતે હોળીની રિલીઝ ડેટ પર પણ કોઇ મોટો સુપર સ્ટારની ફિલ્મ રીલીઝ નથી થઇ રહી. આ દરમિયાન રણદીપ હડાની ‘સ્વાતંત્ર્ય વીર’ ‘વીર સાવરકર’ રીલીઝ થશે. એપ્રિલના પહેલા વીકમાં ઇદ વીક એન્ડ પર અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયા છોટે મિયા’ રીલીઝ થશે.  એટલે ફેબ્રુઆરી અને માર્ચમાં ડઝનબંધ ફિલ્મો રજૂ થશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj