ગરમીનો પ્રકોપ: રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 1122 લોકો હિટવેવની અસર

Gujarat | Ahmedabad | 30 March, 2024 | 04:40 PM
ચક્કર આવવાથી પડી જવું, પેટમાં દુખાવો, ઝાડા ઉલ્ટીના કેસ સહિત હોસ્પિટલમાં દાખલ થવાના કેસ વધ્યા
સાંજ સમાચાર

ગાંધીનગર : રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં ભરબપોરે ગરમીના કારણે છેલ્લા છ દિવસમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત ગરમીના કારણે અન્ય બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ઝાડા ઊલટી અને હાઈ ફિવરને લાગતાં કેસમાં પણ વધારો થયો છે.

મળતી માહિતી અનુસાર, ગરમી વધવાના કારણે રોજના 750થી 950 કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળી રહ્યા છે. ગઈકાલે એક રિપોર્ટ અનુસાર રાજકોટમાં બે દિવસમાં 108 ને 44 ફોન આવ્યા હતા જેમાં લોકોને હિટ વેવની અસર થઈ હતી. 

લૂથી બચવાના ઉપાય
► ઉનાળામાં લગતી લૂ થી બચવા માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા
► બપોરના સમય સખત તાપમાં એકસાથે કામ ન કરવું વચ્ચે વચ્ચે થોડો આરામ લેવો અનિવાર્ય છે 
► કામ કરતાં સમયે થોડા સમયના અંતરે  પાણી પીવું,  જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું 
► શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્લો  રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે
► લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj