સુર્યપ્રકોપ યથાવત: આઠ સ્થળે 44 ડિગ્રીને પાર: ભાવનગરમાં વધુ એક મોત

Gujarat, Saurashtra | Rajkot | 21 May, 2024 | 11:55 AM
રાજયનું સૌથી ગરમ શહેર: ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું: અમદાવાદ, અમરેલી, વડોદરા, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર અને રાજકોટ-ડીસામાં 43 ડિગ્રી ઉપર પારો
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હીટવેવની અસર હેઠળ ગઈકાલે પણ કાળઝાળ ગરમી નોંધાઈ હતી.અમુક સ્થળોએ તાપમાનમાં અમુક સ્થળોએ તાપમાનમાં આંશીક ઘટાડો થયો હતો. જોકે મોટાભાગનાં સ્થળોએ સુર્ય પ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો. આકરો તાપ અને લુથી લોકો ત્રસ્ત બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજયનું પાટનગર ગાંધીનગર સૌથી હોટ સીટી રહ્યું હતું. અત્રે 45 ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયુ હતું. રાજયમાં ગઈકાલે પણ આઠ સ્થળોએ 44 ડીગ્રી ઉપર તાપમાન નોંધાયુ હતું.જયારે બે સ્થળોએ 43 ડીગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં 44.5, અમરેલીમાં 44, વડોદરામાં 44.2, ભાવનગરમાં 44.2, છોટા ઉદેપુરમાં 44.1, દાહોદમાં 44.3, તથા સુરેન્દ્રનગરમાં 44.3 અને રાજકોટમાં 43 તથા ડીસામાં 43.3 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

ગોહિલવાડ પંથકમાં 5ણ ગરમી નો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગરમીને કારણે બેભાન થતાં વધુ એક યુવાનનું મોત નિપજ્યું હતું. ભાવનગરમાં છેલ્લા બે દિવસથી 44 પ્લસ ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દરમિયાન ભાવનગરના અવાણીયા ગામમાં રહેતા મનસુખભાઈ છનાભાઈ મકવાણા ને ગરમીના કારણે બેભાન થતાં 

સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બે દિવસ ભાવનગર શહેરમાં પણ એક વ્યક્તિનું ગરમીને કારણે મોત નિપજ્યું મૂક્યું હતું.

ભાવનગર શહેરમાં ગરમી નું મોજુ યથાવત રહ્યું છે. સતત બીજા દિવસે તાપમાનનો પારો 44 દીકરીને પાર કરતા લોકો ગરમીમાં શેકાયા હતા. દિવસ ભર અને સાંજે પણ ગરમ પવન ફૂંકાતા લોકો અકળાયા હતા. અંગ દઝાડતી ગરમીથી લોકોની મુશ્કેલી વધી છે. ઉનાળાની ગરમીના પગલે પંખા, એસી વગર રહેવું મુશ્કેલ બન્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ગરમીના પગલે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સાંજના સમયે પણ ગરમ પવન ફૂંકાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા હજુ પણ તાપમાન વધશે તો લોકોની તકલીફ વધશે.

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 29. ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 27% રહ્યું છે જ્યારે પવનની ઝડપ 20 કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

તેમજ અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો 43 થી 45 ડીગ્રી વચ્ચે અવર-જવર કરતો હોય સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમીનો જનતાજનાર્દન અનુભવ કરી રહી છે. જિલ્લામાં વીજળી અને પાણીની માંગમાં જબ્બરો વધારો થયો છે. અને સવારના 9 થી સાંજના 6 સુધી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અસહૃય ગરમી પડી રહી હોય બપોરનાં 12 થી સાંજનાં 5 સુધી જિલ્લાના રાજમાર્ગો અને હાઈ-વે સુમસામ ભાસી રહૃાાં છે. તો વહીવટી તંત્ર દ્વારા પણ જનતા જનાર્દન માટે જરૂરી સુચનાઓ જાહેર કરવામાં આવી છે. 

જામનગરમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી રહેતા બપોરે અંગ દઝાડતા તાપનો અનુભવ લોકોએ કર્યો હતો. 71 ટકા ભેજના કારણે અસહ્ય બફારાથી લોકો આકુળ-વ્યાકુળ થઈ ગયા. હતાં. પવનની ગતિ વધતા મોડી સાંજે વાતાવરણમાં ઠંડકથી લોકોએ રાહત અનુભવી હતી.

જયારે જામનગરમાં ઉનાળાએ અસલ મિજાજ દેખાડતા છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપંમાન ઊંચું રહેતા કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન મહત્તમ તાપમાન 36.5 ડીગ્રી, અને લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું.ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ  71 ટકા  રહ્યું છે.તો પવનની ગતિ પ્રતિકલાક 15.6 કિમિ નોંધાઇ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj