ગુરૂવાર સુધી હીટવેવની હાલત રહેશે : 40 કિ.મી. સુધીની ઝડપે લૂ ફુંકાશે

Gujarat, Saurashtra | Rajkot | 20 May, 2024 | 11:30 AM
◙ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : 22-23 મે સુધી તાપમાનની રેન્જ 43.5થી 45 ડિગ્રી અને ત્યારબાદ 41 થી 44 ડિગ્રી થશે
સાંજ સમાચાર

◙ ચાલુ સપ્તાહમાં પવનની ગતિ પણ તેજ રહેેશે : 20 થી 40 કિ.મી.ની ઝડપે ગરમાગરમ પવન ફુંકાવાની સંભાવના 

રાજકોટ, તા. 20
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને હિટવેવની હાલત પ્રવર્તી રહી છે ત્યારે હજુ ગુરૂવાર સુધી આ બળબળતા તાપ અને ગરમીમાંથી છુટકારો મળવાની સંભાવના નથી. તા.22-23 મે સુધી તાપમાન ઘણુ ઉંચુ જ રહેવાની અને વાતાવરણ બહુ ગરમ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલેે કરી છે. ત્યારબાદ તાપમાનમાં મામુલી રાહત મળી શકશે. 

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી રહી છે. ગઇકાલે રવિવારે  અનેક સ્થળોએ હિટવેવની પરિસ્થિતિ જોવા મળી હતી અને તાપમાન 44 થી 45.3 ડિગ્રીની રેન્જમાં રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોર્મલ લેવલ કરતા 2.8 ડિગ્રી વધુ રહ્યું હતું. આ જ રીતે ડિસામાં 45.1 ડિગ્રી તાપમાન નોર્મલ કરતા 6.2 ડિગ્રી ઉંચુ નોંધાયુ હતું.

અમદાવાદમાં 44.9 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા 5.3 ડિગ્રી કરતા વધુ હતું. અમરેલીમાં 44.6 ડિગ્રી તાપમાન નોર્મલ કરતા 4.3 ડિગ્રી, ભાવનગરમાં 46.6 ડિગ્રી તાપમાન નોર્મલ કરતા 4.7 ડિગ્રી, રાજકોટમાં 44.1 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા 4.7 ડિગ્રી વધુ અને વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોર્મલ કરતા 4.7 ડિગ્રી વધુ નોંધાયુ હતું. તાપમાન 45 ડિગ્રી કરતા વધુ વધે અથવા નોર્મલ કરતા 4 કે 5 ડિગ્રી ઉંચુ જાય તો તેને હિટવેવની સ્થિતિ ગણવામાં આવતી હોય છે. 

તા.20 થી 26 મેની આગાહી કરતા અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે તા. 22-23 મે સુધી તાપમાન ઉંચુ જ રહેશે.  બહુ ગરમ વાતાવરણ રહેવા સાથે હિટવેવની હાલત યથાવત રહેવાની સંભાવના છે. આ દરમ્યાન તાપમાન 43.5થી  45 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે ત્યારબાદ સામાન્ય રાહત મળશે અને તાપમાનની રેન્જ 41 થી 44 ડિગ્રીની રહેશે. 

આગાહીના સમયગાળા દરમ્યાન ઉંચા તાપમાનની સાથોસાથ ગરમાગરમ પવન પણ ફુંકાતો રહેવાની સંભાવના છે.  મોટા ભાગના દિવસોમાં પશ્ચિમ પવન ફુંકાશે અને તેની ગતિ 20 થી 40 કિ.મી. પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. 

તેઓએ જણાવ્યું હતું કે, નૈઋત્ય ચોમાસાની આગમનની છડી પોકારવા લાગી હોય તેમ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ, માલદીવ, કોમોરીન વિસ્તારમાં પ્રવેશી ચૂકયુ છે. દક્ષિણ બંગાળીની ખાડીના અમુક ભાગો નિકોબાર ટાપુ તથા દક્ષિણ આંદામાનના દરિયાના ભાગોમાં પણ બેસી ગયું છે. આવનારા દિવસોમાં તે આગળ વધતું રહેવાની સંભાવના છે. ચોમાસા પૂર્વે હજુ થોડા દિવસ આકરી ગરમીનો સામનો કરવો પડશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj