ગેંગરેપના ગુનામાં મહીલા આરોપીઓની ધરપકડ અને ઇન્વેસ્ટીગેશન સામે સ્ટે આપતી હાઈકોર્ટ

Crime | Rajkot | 21 May, 2024 | 04:14 PM
પુત્રવધુએ સાસુ, નણંદો, નણંદોયા સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.21
પુત્રવધુએ સાસુ, નણંદો, નણંદોયા સામે ગેંગરેપની પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી. જે ગુનામાં મહીલા આરોપીઓની ધરપકડ અને ઇન્વેસ્ટીગેશન સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.

કેસની વિગત મુજબ, પુત્રવધુએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે, તેઓ અને તેના પતિ ઉપલેટા રહેતા હતા, પતિનું વર્ષ 2021માં અવસાન થતા,  અંતિમ વિધિ વગેરે વતનમાં થઈ હતી. જેથી બંને સંતાનો સાથે વતનમાં રોકાયેલ હતી. 8-9 દિવસ બાદ રાત્રીના ચારેય નણંદો, બે નણંદોયા તથા તેમના સાસુ, એમ બધા હોલમાં ભેગા બેઠા હતા.

પછી ચારેય નણંદો રૂમમાં ગયેલ. એક નણંદે રૂમમાં બોલાવી પછી બે નણંદોયાને રૂમમાં બોલાવેલ અને સાસુએ દરવાજો બંધ કરી દીધો. આરોપીઓએ કહ્યું કે, તને મિલ્કતમાં કાંઈ ભાગ દેવાનો થતો નથી, તારા બીસ્તરા પોટલાબાંથી તારા માવતરે જતી રે. સાસુએ કહ્યું આને ખૂબ શોખ છે. આને બતાવી દયો. બંને નણંદોયાએ વારાફરતી અન્ય આરોપીની હાજરીમાં જ દુષ્કર્મ ગુજારેલ. આ અંગે ગુનો દાખલ થતા આરોપીપક્ષ દ્વારા ફરીયાદ રદ કરવા કવોસીંગ પીટીશન દાખલ કરેલ.

આરોપીઓના એડવોકેટની લંબાણપુર્વકની દલીલો, કરેલ કે, પતિના અવસાન બાદ મોટા ભાગની મિલકતો પુત્રવધુને બાળકોના ઉજળા ભવિષ્ય માટે આપી દેવાઈ હતી. તેના નોટરાઈડ્સ લખાણો થયા છે. વધુ મિલકત મેળવવા આ ફરિયાદ ઉભી કરાઈ છે. હાઇકોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી ગત તા.29/4/24 ના રોજ તમામ 5 સ્ત્રી આરોપીની તપાસ, ઘરપકડ સામે સ્ટે ફરમાવતો સીમાચિહનરૂપ ચુકાદો આપવામાં આવેલ હતો. આ કેસમાં આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી અમિત ગડારા તેમજ હાઈકોર્ટમાં અપૂર્વ જાની, સિનિયર એડવોકેટ આશીષભાઈ ડગલી રોકાયેલ હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj