સંદેશખાલી મામલે શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવા હાઈકોર્ટની મમતા સરકારને તાકીદ

India | 26 February, 2024 | 05:53 PM
સંદેશખાલી મુદો ચાલુ રહે તે માટે ન્યાયપાલિકા જ શાહજહાં શેખની ધરપકડ નથી થવા દેતી તેવા ટીએમસી નેતાનો આરોપ હાઈકોર્ટે ફગાવ્યો
સાંજ સમાચાર

કોલકતા તા.26
સંદેશખાલી મામલામાં કલકતા હાઈકોર્ટે પશ્ર્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર સખ્તાઈ દાખવી બાહુબલી ટીએમસી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર બનેલા સંદેશ ખાલી મામલામાં ટીએમસીના બાહુબલી નેતા શાહજહાં શેખ અને તેના સાગરીતો સામે સંદેશખાલીની મહિલાઓએ શારીરિક શોષણ અને જબરજસ્તીથી જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અગાઉ શાહજહાં શેખના ઠેકાણાઓ ઈડીની ટીમ પહોંચી તો ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ ફરાર છે. ઉલ્લેખનીય છે કે શાહજહાં શેખ તરફથી ફાઈલ કરાયેલી અરજીમાં ધરપકડ પર રોક લગાવવાની માંગ કરાઈ હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

કલકતા હાઈકોર્ટે સંદેશખાલી મામલે જાણકારી મેળવી સુનાવણી શરૂ કરી છે ત્યારે જજે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને બંગાળના અન્ય બે મંત્રીઓની ટિપ્પણી પર સખ્ત વલણ અપનાવી કહ્યું હતું કે કોર્ટે કયારેય શાહજહાં શેખની ધરપકડ પર રોક નથી લગાવી, તેની ધરપકડ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અભિષેક બેનર્જીએ એવો ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો કે ફરાર નેતા શાહજહાં શેખની ધરપકડમાં વિલંબ ન્યાયપાલિકાના કારણે થઈ રહ્યો છે.

શાહજહાં શેખને ન્યાયપાલિકાના માધ્યમથી સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે. જેથી સંદેશખાલી મુદો ચાલુ રહે. જયારે ટીએમસી નેતા પાર્થ ચેટર્જી અને જયોતિપ્રિય મલિકની ધરપકડ થાય તો શાહજહાં શેખ કોણ છે તેની પણ ધરપકડ થવી જોઈએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj