નવી દિલ્હી : જો કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય અથવા હ્રદયનાં ધબકારા અનિયમિત હોય કે ધૂમ્રપાનની આદત હોય તો તમને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે હોઈ શકે છે.તાજેતરમાં ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલાં એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું કે અન્ય રોગ ધરાવતાં લોકો, ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, શારીરિક નિષ્ક્રિયતા, તણાવ અને દારૂનું સેવન કરનારાઓમાં પણ સ્ટ્રોકનું જોખમ રહેલું છે.
સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજનાં કોઈ ભાગમાં લોહી નથી પહોચતું અથવા મગજને લોહી ઓછું મળે છે તેને ઈસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે બીજા સ્ટ્રોકમાં મગજમાં નશ ફાટી જાય છે અને લોહીનો ભરાવો થઈ જાય છે જેને હેમરેજિક સ્ટ્રોક કહેવામાં આવે છે.
સ્ટ્રોકથી ખાવામાં અને ગળવામાં મુશ્કેલી પડે છે, શરીરનાં અમુક ભાગ લકવાગ્રસ્ત થઈ જાય છે, યાદશક્તિમાં ઘટાડો થાય છે અમુક કિસ્સામાં લોકો દ્રષ્ટિ પણ ગુમાવે છે ન્યુરોલોજીકલ અભ્યાસ કહે છે કે સ્ટ્રોક નિવારણમાં હાયપરટેન્શન નિયંત્રણ કરવું ખુબ જ જરૂરી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં નાની ઉંમરે જ હાયપરટેન્શન અને સ્ટ્રોકના દરમાં ઝડપથી વધારો થયો છે.
વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન મુજબ, સતત હાઈ બ્લડ પ્રેશરથી હૃદય, ધમનીઓ અને રુધિરવાહિનીઓનું કામને વધી જાય છે આ વધારાનું કામ નુકસાનનું કારણ બને છે જે તમારાં મગજ સહિતની તમારી રક્તવાહિનીઓને સમય જતાં સખત અને સાંકડી બનાવી શકે છે. તેને એથરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા તમારાં મગજની રક્તવાહિનીઓમાં બ્લોકેજનું જોખમ વધારે છે. જો મગજનાં રક્ત પુરવઠામાં ઘટાડો થાય છે તો તે મગજને કાયમી નુકસાન પણ કરી શકે છે.
જો એથરોસ્ક્લેરોસિસથી મગજમાં રક્તવાહિનીઓનું દબાણ વધે છે તો તે ફૂલે છે અને ફાટી જાય છે જેનાથી રક્તસ્રાવ થાય છે જેને હેમોરહેજિક સ્ટ્રોક કહેવામાં આવે છે જે મગજને કાયમી નુકસાન અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. વસંત કુંજના ન્યુરોલોજી વિભાગનાં વડા ડો. કામેશ્વર પ્રસાદે જણાવ્યું હતું કે ડાયાબિટીસ જેવાં અન્ય પરિબળોની સરખામણીમાં હાઈ બીપી અને ધૂમ્રપાન ગંભીર સ્ટ્રોકનું કારણ બની શકે છે કારણ કે તે ડાયાબિટીસની તુલનામાં હાઈ બ્લડ પ્રેશર મોટી અને મધ્યમ કદની ધમનીઓને અસર કરે છે.
જે નાની ધમનીઓ પર વધુ ગંભીર અસર કરે છે. તેમણે કહ્યું હતું કે "લોકોએ ગંભીર સ્ટ્રોકથી બચવા માટે બે વર્ષમાં એકવાર અને 40 વર્ષની ઉંમર પછી વર્ષમાં એક વખત બીપી તપાસવું જોઈએ. ડો. પ્રસાદ, જેઓ અગાઉ એઈમ્સમાં હતા.
તેમણે જીવનશૈલી, આનુવંશિક ફેરફારો અને સ્ટ્રોક તેમજ ડિમેન્શિયા પાછળનાં અન્ય પરિબળોની ભૂમિકાને ઓળખવા માટે વૈશ્વિક અભ્યાસનાં ભાગરૂપે દિલ્હીમાં એક સર્વે કર્યો હતો. તે દર્શાવે છે કે 50 વર્ષથી વધુ ઉંમરનાં લગભગ 70 ટકા લોકોને હાઈ બીપી છે અને 20 ટકા લોકોને ધૂમ્રપાનને કારણે હાઈ બીપી થયું હતું.
એઈમ્સના ભૂતપૂર્વ પ્રોફેસરે કહ્યું કે, ગંઠાઈને ઓગળવા માટે દવાઓનો સમયસર ઉપયોગ ઘણાં દર્દીઓને બચાવી શકે છે. તેમણે કહ્યું કે "કેટલાક દર્દીઓને લોહીનાં ગંઠાવાને દૂર કરવાની સર્જરીથી પણ ફાયદો થઈ શકે છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy