કોંગ્રેસ સરકારના વધુ એક મંત્રીનું રાજીનામુ પડતા જ સરકાર બચાવવા જબરી કવાયત

હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુની રાજીનામાની ઓફર

India, Politics | 28 February, 2024 | 02:37 PM
♦ વિધાનસભામાં બજેટ બેઠક સમયે જબરી ધમાલ: ભાજપના 15 ધારાસભ્યો સસ્પેન્ડ: માર્શલને બોલાવાયા:
સાંજ સમાચાર

♦ દિલ્હીથી આવેલા બે નિરિક્ષકો સમક્ષ સુક્ખુએ કોંગ્રેસની સરકાર બચાવવા પોતે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર હોવાનું જણાવ્યું: સાંજ સુધીમાં નિર્ણય

સીમલા, તા.28
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટીંગના પ્રશ્ને કોંગ્રેસમાં સર્જાયેલી કટોકટી અને રાજ્યની સુખવિંદરસિંહ સુક્ખુ સરકાર લઘુમતિમાં આવી ગઇ હોવાના અહેવાલ બાદ આજે મુખ્યમંત્રી સુખ્ખુએ કોંગ્રેસ મોવડી મંડળને પોતાના રાજીનામાની ઓફર કરી છે.

દિલ્હીથી પહોંચેલા કોંગ્રેસના બે નિરીક્ષકો સમક્ષ સુખ્ખુએ બેઠક કરીને સરકાર બચાવવા માટે તેઓ મુખ્યમંત્રી પદેથી ખસી જવા તૈયાર હોવાનું જણાવ્યું છે અને માનવામાં આવે છે કે આજે સાંજ સુધીમાં હિમાચલપ્રદેશમાં કોંગ્રેસ પક્ષ નવા નેતાની ચૂંટણી કરીને બાગીઓને મનાવવા માટે પ્રયત્ન કરશે. જો કે આ પહેલા જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિરભદ્રજીના પુત્ર અને કેબીનેટ મંત્રી વિક્રમાદિત્યસિંહે પોતાનું રાજીનામુ ધરી દીધું હતું અને તેઓએ મુખ્યમંત્રી પોતાને અપમાનીત કરી રહ્યા હોવાનો આરોપ મુક્યો હતો.

તો કોંગ્રેસના ક્રોસ વોટીંગ કરનાર ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રી બદલવાની માંગણી કરી હતી અને હવે આજે રાજીનામુ આપનાર વિક્રમાદિત્ય ખુદ મુખ્યમંત્રી પદનો દાવો રજુ કરે તેવી શક્યતા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી પણ દાવેદાર હોવાનું માનવામાં આવે છે.

આ અગાઉ આજે વિધાનસભામાં બજટ સત્રના પ્રારંભે જ ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર સહિતના ધારાસભ્યોએ સરકાર લઘુમતિમાં હોવાનું જણાવી રાજીનામાની માંગણી કરતા ધમાલ મચી ગઇ હતી અને ધક્કામુક્કી પણ થઇ હતી અને તે બાદ માર્શલ બોલાવીને ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.

રાજયના પુર્વ સીએમ વિરભદ્રસિંહના પરિવારને મુખ્યમંત્રીપદ ન મળતા ખેલ નાંખી દેવાયો
સિમલા તા.28

હિમાચલ પ્રદેશમાં 2022માં પ્રચંડ બહુમતી સાથે સતા પર આવેલ કોંગ્રેસ પક્ષમાં પુર્વ મુખ્યમંત્રી સ્વ. વિરભદ્રસિંહના પરિવારને ફરી એક વખત મુખ્યમંત્રીપદ ન મળતા બળવો તોળાઈ રહ્યો હતો અને તેમાં રાજયસભા ચુંટણી એક નીમીત બની ગઈ છે અને કોંગ્રેસના બે ભાગલા પડે તેવી શકયતા પણ નકારાતી નથી.

મુખ્યમંત્રી પદ માટે સ્વ.વિરભદ્રસિંહના પત્ની પ્રતિભાસિંહ અથવા તો તેમના પુત્ર વિક્રમાદિત્ય દાવેદાર હતા પરંતુ કોંગ્રેસ મોવડીમંડળે સુખવિન્દરસિંહ સુખુને મુખ્યમંત્રી બનાવતા જ વિરભદ્રસિંહ કેમ્પ એ રાજયસભા ચૂંટણીને આગળ ધરીને ક્રોસવોટીંગ કરી અને સરકારની મુશ્કેલી વધારી છે અને તેથી જ હવે કોંગ્રેસ પક્ષ કઈ રીતે પરીસ્થિતિ હેન્ડલ કરે છે તેના પર સૌની નજર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj