ભારત લાંબાગાળાની ‘ગ્રોથ સ્ટોરી’: વિકાસ અને રાજકીય સ્થિરતા મુખ્ય મુદ્દા

વિકાસનો ડંકો! વોલસ્ટ્રીટમાં ઐતિહાસિક બદલાવ, ચીનને બદલે ભારત પર ફોક્સ

India, World, Business | 06 February, 2024 | 03:02 PM
ચીનની કંપનીઓમાંથી રોકાણ પાછું ખેંચીને ભારતીય કોર્પોરેટ ક્ષેત્રમાં ઠાલવતા વૈશ્ર્વિક ફંડો
સાંજ સમાચાર

વોશિંગ્ટન તા.6
ભારતીય અર્થતંત્રનો વિશ્વભરમાં ડંકો છે અને દુનિયાભરમાં સૌથી વધુ આર્થિક વિકાસ ધરાવતુ રાષ્ટ્ર બની રહ્યું છે. આર્થિક મોરચે ચીનને પાછળ ધકેલી દીધુ છે ત્યારે હવે રોકાણની દ્દષ્ટિએ વિશ્વસ્તરે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. વોલસ્ટ્રીટમાં ‘ભારતીય વિકાસ’ને મહોર મારીને ઈન્વેસ્ટરોએ ચીનમાંથી રોકાણ પાછુ ખેચીને ભારતમાં કરવાનું શરૂ કર્યુ છે એટલું જ નહીં રોકાણ માટે આવતો દશકો ભારતનો ગણાવ્યો છે.

વોલસ્ટ્રીટ જાયન્ટ ગોલ્ડમેન સાચ્ચ તથા મોર્ગન સ્ટેનલીએ રોકાણ માટે આવતો દશકો ભારતનો ગણાવ્યો છે. હવે 62 અબજ ડોલરના હેજ ફંડ માર્શલ વેક દ્વારા પણ સૌથી મોટુ રોકાણ ભારતમાં કરવાનું જાહેર કર્યુ છે. પરંપરાગત-રૂઢીવાદી વિચારધારા ધરાવતા જાપાનના ઈન્વેસ્ટરો પણ ચીનની કંપનીઓમાંથી રોકાણ પાછુ ખેંચીને ભારતીય કંપનીઓમાં વધારવા લાગ્યા છે.

ભારત અને ચીનના અર્થતંત્ર પર વિશ્વભરના ઇન્વેસ્ટરો ઝીણવટભરી નજર રાખીને ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને તેમાં ભારત આગળ નીકળી ગયું છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોનો વિકાસ થયો છે. સૌથી ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો છે. બીજી તરફ ચીન આર્થિક મોરચે પછડાયું છે. પશ્ર્ચિમ કેન્દ્રીત આર્થિક ચક્રમાં ચીનનું અંતર વધી રહ્યું છે.

સિંગાપોર સ્થિત એમ એન્ડ જી ઇન્વેસ્ટમેન્ટના એશિયન ઇક્વીટી પોર્ટફોલીયો મેનેજર વિકાસ પ્રસાદે કહ્યું કે, દુનિયાભરના ઇન્વેસ્ટરો ચીનથી મોઢું ફેરવીને ભારત તરફ રસ લઇ રહ્યા છે. ભારતનો વિકાસ લાંબાગાળાનો છે. ભારત માટે વસતી સહિતના અનેક પડકારો નજર સામે હોવા છતાં ચીનને જોખમીની વ્યાખ્યામાં મુકીને વૈશ્ર્વિક ઇન્વેસ્ટરો ભારત ભણી જ નજર દોડાવી રહ્યા છે.

ઇતિહાસ સુચવે છે કે ભારતનો આર્થિક વિકાસ અને શેરબજારનું મૂલ્યાંકન એક બીજા સાથે સંકળાયેલા છે. આર્થિક વિકાસ સાત ટકાના દરે થતો રહેવાના સંજોગોમાં શેરબજાર પણ સરેરાશ આ જ ગતિએ વધે છે. છેલ્લા બે દાયકામાં જીડીપી તથા માર્કેટકેપ 500 અબજ ડોલરથી વધીને 3.5 ટ્રીલીયને પહોંચ્યા છે.

અમેરિકી એક્સચેંજ ટ્રેડેડ ફંડ માર્કેટમાં મુખ્ય ફંડ દ્વારા ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય શેરોમાં રેકોર્ડબ્રેક રોકાણ ઠાલવવામાં આવ્યું હતું. જ્યારે ચીનના સૌથી મોટા ચાર ફંડોમાંથી 800 મીલીયન ડોલર પાછા ખેંચવામાં આવ્યા હતા. ચીનમાંથી પરત ખેંચાયેલા નાણાંમાંત્રી અર્ધોઅડધ રોકાણ ભારતમાં થયું હતું.

મોર્ગન સ્ટેનલીએ 2030 સુધીમાં ભારત વિશ્ર્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું શેરબજાર બની જવાની આગાહી કરી છે. તેના ખેંચ માટે ઇન્ડેક્સમાં ભારતનું વજન 18 ટકાએ અત્યાર સુધીનું સર્વોચ્ચ છે. જ્યારે ચીનનું ઘટીને 24.8 ટકાએ અત્યાર સુધીના નીચા સ્તરે છે.

જાપાનના રૂઢીવાડી ગણાતા રીટેઇલ ઇન્વેસ્ટરો અમેરિકાને જ પસંદ કરતા હતા. પરંતુ હવે 20માંથી 5 ભારત કેન્દ્રીત ફંડમાં તેઓનું નવું રોકાણ ઠલવાવા લાગ્યું છે. નોમૂસ ઇન્ડિયન સ્ટોક ફંડમાં રોકાણ ચાર વર્ષની ઉંચાઇએ પહોંચ્યું છે.

ભારતીય શેરોનું વેલ્યૂએશન ઉંચુ ગણાવા છતાં મજબૂત વિકાસ તથા રાજકીય સ્થિરતા જેવા બે મુખ્ય કારણોના આધારે વૈશ્ર્વિક ફંડોનું રોકાણ વધી રહ્યું છે. પશ્ર્ચિમી ક્ષેત્રમાં ચીનને જોખમ ગણાવવામાં આવવાની સામે ભારત માટે લાલજાજમ છે. અમેરિકા સહિતના દેશો ભારત સાથેના સંબંધો વધુને વધુ ગાઢ બની રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં બારત ખર્ચ વધારી રહ્યું છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj