T20માં 12,000 રન પૂરા કરવા ઉપરાંત હિટમેનનો નવો રેકોર્ડ

India, Sports | 25 April, 2025 | 11:05 AM
જીતેલી મેચમાં 8,000 રન : રોહિત પહેલો ભારતીય ક્રિકેટર
સાંજ સમાચાર

મુંબઈ,તા.25
મુંબઈ ઇન્ડિયન્સના અનુભવી બેટર રોહિત શર્માએ નવ વર્ષ બાદ IPL માં બેક-ટુ-બેક ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 76 રન અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 70 રનની ઇનિંગ્સ રમી હતી. સાતમી વાર IPLમાં બેક-ટુ-બેક ફિફ્ટી ફટકારનાર રોહિત શર્માએ 12,000 T20 રન પૂરા કરવાની સાથે એક અનોખા લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

તે T20માં જીતેલી મેચમાં 8000 રન ફટકારનાર પહેલો ભારતીય બન્યો છે. ઓવરઑલ લિસ્ટમાં તે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ (8975 રન), ઇંગ્લેન્ડના ઍલેક્સ હેલ્સ (8879 રન) અને પાકિસ્તાનના શોએબ મલિક (8291 રન) બાદ આ કમાલ કરનાર ચોથો ક્રિકેટર છે.

જીતેલી મેચોમાં ભારતીયો દ્વારા સૌથી વધુ T20 રન

≈ રોહિત શર્મા -8056 રન

(257 ઈનિંગ્સ)

≈ વિરાટ કોહલી - 7958 રન

(207 ઈનિંગ્સ)

≈ શિખર ધવન -5928 રન

(178 ઈનિંગ્સ)

≈ સુરેશ રૈના -5742 રન

(194 ઈનિંગ્સ)

≈ સૂર્યકુમાર યાદવ - 5474 રન

(175 ઈનિંગ્સ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj