કરોડોનું ડ્રગ્સ પકડનાર ગીર સોમનાથ પોલીસને 10 લાખનું ઇનામ જાહેર કરતા ગૃહમંત્રી સંઘવી

Saurashtra, Crime | Veraval | 24 February, 2024 | 11:48 AM
11 જિલ્લાના ગુનામાં વોન્ટેડ બુટલેગરને ઝડપી લેનાર અમરેલી પોલીસને પણ પાંચ લાખનું ઇનામ મળશે
સાંજ સમાચાર

વેરાવળ, તા.24
 

રાજ્યમાં ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શન પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાતમાં ડ્રગ્સ મુક્તિ માટે જંગ છેડી દેવામાં આવી છે. એટલુ જ નહિ, ગંભીર ગુનાઓમાં આરોપીઓને ખુબ જ ઝડપી અને કડક સજા મળે તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોની પ્રતિતિ કરાવતી કાર્યવાહી આજે એક જ દિવસમાં ગુજરાત પોલીસે કરી છે. 

ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળતા ગીર સોમનાથ જઘૠ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો 50 કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને આ પ્રશંસનીય કામગીરી બદલ રૂ.10 લાખ ઇનામની જાહેરાત કરી છે.

બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલ.સી.બી.ની ટીમે રાજ્યના અલગ-અલગ 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ 59 ગુનાઓમાં જેની સંડોવણી છે તે આરોપી જુનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં આવ્યા છે. અમરેલી પોલીસને ગૃહ રાજ્યમંત્રીએ આ સરાહનીય કામગીરી બદલ રૂ.5 લાખના ઇનામની જાહેરાત કરી છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 29 જેટલા ગંભીર ગુનાઓમાં આરોપીને આજીવન કેદ અને ફાંસીની સજા થઇ છે ત્યારે આજે વધુ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં ગાંધીધામમાં બે વર્ષના માસુમ બાળકની અપહરણ કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને સમજીને ગાંધીધામ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો. એટલુ જ નહિ, માત્ર 48 કલાકમાં ગુના મુદ્દામાલનું પૃથ્થકરણ કરી અભિપ્રાય સર્ટિ આપતા સાત જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. હત્યા જેવા ગંભીર ગુન્હાની ફક્ત ત્રણ માસના ટુંકા સમયગાળાની અંદર સંપૂર્ણ ન્યાયીક પ્રક્રિયા પુર્ણ કરી સેશન્સ કોર્ટ ગાંધીધામ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj