ઉપલેટામાં કાગ એવોર્ડ વિજેતા દેવરાજભાઈ ગઢવીનું સન્માન

Local | Dhoraji | 02 April, 2024 | 10:20 AM
રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિ
સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.2 ગધેથડ ગાયત્રી શકિતપીઠનાં સંત લાલબાપુના સેવક જાણીતા લોક સાહીત્યકાર દેવરાજભાઈ ગઢવીને મોરારીબાપુના હસ્તે પ્રતિષ્ઠિત કાગ એવોર્ડ મળતા લાલબાપુના આવાજ એક સેવક જીલ્લા બેંકના ડીરેકટર સહકારી આગેવાન અને બહોળી મિત્રવર્તુળ ધરાવતા હરીભાઈ ઠુંમર (ભોલે) દ્વારા તેમના ઈસરા રોડ પર આવેલા ફાર્મ હાઉસ ખાતે રાજકીય સામાજીક સેવાકીય અને સહકારી આગેવાનો મિત્રોની વિશાળ હાજરી વચ્ચે શાલ ઓઢાડી ફુલહારથી અદકેરૂ ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. તેમજ અન્ય આગેવાનોએ પણ તેમનું શાલ ઓઢાડી ફુલહારથી સ્વાગત કરેલ હતું. આ પ્રસંગે ઉપસ્થિત દેવરાજભાઈ ગઢવી, જીતુભાઈ અને રાજુભાઈ ગઢવી સહીતના કલાકારોએ ઉપસ્થિતોને લોકસાહીત્ય હાસ્યરસ પીરસી તરબોળ કરી દીધેલ. આ કાર્યક્રમમાં નગરપાલીકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, મયુરભાઈ સુવા, ગીરધરભાઈ વાછાણી, ડી.બી. રામાણી, કે.ડી. ગજેરા, નરસીભાઈ મુગલપરા, વલ્લભભાઈ સખીયા, કમલેશભાઈ ચંદ્રવાડીયા, હરપાલસિંહ જાડેજા, જગદીશભાઈ ગણાત્રા, નિલુભાઈ ગોંધીયા, ભાદાભાઈ બરોખતરીયા, બટુકભાઈ ડોબરીયા, બટુકભાઈ મુરાણી, કિરીટભાઈ પાદરીયા, ભાવેશભાઈ સુવા, મેહુલભાઈ ચંદ્રવાડીયા, નિકુલભાઈ ચંદ્રવાડીયા, પત્રકાર જગદીશભાઈ રાઠોડ, ભરતભાઈ રાણપરીયા, જયદેવસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પ્રફુલસિંહ સરવૈયા, દિલીપસિંહ વાળા, જશુભા વાળા, મહાવીરસિંહ વાળા, જીજ્ઞેશભાઈ વ્યાસ, જયેશભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ રાવલ, નાથાભાઈ ચંદ્રવાડીયા, નથુભાઈ ભીંભા, કમલેશ ભારાઈ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા અગ્રણી ઉતમ ઠુંમર તથા તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj