હોસ્પિટલના પાણીના ટાંકા સુપર બગનું ઘર: બાળકોમાં સંક્રમણનું જોખમ: અભ્યાસમાં ખુલાસો

World | 13 April, 2024 | 10:16 AM
સુપર બગ એટલે એવા બેકટેરિયાનો સમૂહ સામે દવા પણ કારગત નથી નીવડતી
સાંજ સમાચાર

ટોકયો (જાપાન),તા.13

હોસ્પિટલોમાં હાથ સાફ કરવા માટે લગાવવામાં આવેલ સિંક (ટાંકા) સામે આંખ આડા કાન ન કરી શકાય. હાલના જ એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોસ્પિટલમાં લાગેલ સિંક ડ્રગ વિરોધી સુપર બગના સ્ત્રોત બની શકે છે.

આ સંશોધન 2017માં ટોકયો સ્થિત તોહો યુનિવર્સિટી ઓમોરી મેડીકલ સેન્ટરના બાળ ચિકીત્સા વિભાગમાં ફેલાયેલ સુપર બગના પ્રકોપ પર આધારિત છે. 2016માં હૃદયની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ એક વર્ષના બાળકમાં સુપર બગનો પહેલો કેસ આવ્યો હતો.

ત્યારબાદ 2017ના માર્ચમાં બીજો કેસ 15 વર્ષના બાળકમાં જોવા મળ્યો હતો. જે સુપર બગના સંક્રમણનો શિકાર થઈ ગયો હતો. ત્યારબાદ તો સુપર બગના આ સંક્રમણની ઝપટમાં કુલ 19 બાળકો આવી ગયા હતા.

પરીસ્થિતિને જોઈને હોસ્પિટલોમાં તરત પરીક્ષણ શરૂ થયુ. આ દરમિયાન સિંકમાં મળેલ બેકટેરિયાનું જીનોમ સિકવેન્સીંગ કરવામાં આવ્યું અને ત્યારે સુપર બગનો ખુલાસો થયો.

રોકવાના ઉપાયો
વિશેષજ્ઞોએ બચાવ માટે સિંકનો ઉપયોગ કર્યા બાદ હાથ માટે સેનીટાઈઝરનો ઉપયોગ સિંકની સફાઈ માટે ડિસ્પોઝેબલ સાધનોનો ઉપયોગ કરવાનું કહ્યું છે અને સિંકના પાણીથી મોં સાફ કરવાની મનાઈ કરી છે.

એન્ટીબાયોટીક વિરોધી હોય છે સુપર બગ
સુપર બગ અંતર્ગત એવા બેકટેરીયાનો સમૂહ આવે છે, જે દર્દીઓના શરીરમાં અનેક પ્રકારના એન્ટીબાયોટીક દવાઓ માટે પ્રતિરોધી હોય છે. બીજા શબ્દોમાં બીમારી સામે લડવામાં પ્રતિરોધક ક્ષમતાને કારગત નથી થવા દેતા.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન (સીડીસી) અનુસાર દર વર્ષે આ દવા પ્રતિરોધી બેકટેરિયા લાખો લોકોને સંક્રમીત કરે છે અને ઓછામાં ઓછા 23000 લોકોનો જીવ લે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj