ગોંડલ, તા. 12
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા માર્કેટયાર્ડમાં લાલડુંગળીની વિક્રમજનક આવક થવા પામીછે. છેલ્લા ઘણા દિવસોથી આવક સતત ચાલુ હોય નેશનલ હાઇવે પર આવેલા માર્કેટયાર્ડની બન્ને બાજુ વાહનોની સાત કી.મી જેટલી લાઇનો લાગી હોય નેશનલ હાઇવે પર ટ્રાફિક ને અસર થઈ રહી છે.
માર્કેટયાર્ડનાં પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું કે ડુંગળીની સિઝનની શરૃઆતથી એટલેકે એક મહીનામાં 35 થી 40 લાખ કટ્ટા ડુંગળીની આવક થઇ છે.ડુંગળીનો સરેરાશ ભાવ રુ.200 થી લઇ 1000 રહેવા પામ્યો છે. હાલ યાર્ડમાં ડુંગળી નો ભરાવો થવાથી આવક બંધ કરાઇ છે. ઉલ્લેખનીય કે ગોંડલ યાર્ડમાં ખેડતોને સુવિધાઓ સાથે પોષણક્ષમ ભાવ મળી રહેતા હોય સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો વેંચાણ માટે ગોંડલ યાર્ડ માં આવતા હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy