વઢવાણ તા.24
વિરમગામમાં માલીવાડમાં રહેતા સલીમભાઈ ફકીરમહંમદ વોરાને વિરમગામનાં ફેમીલી કોર્ટના જજ અનીલ રામસ્વરૂપ મલીકે 600 દિવસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
વિરમગામ ફેમીલી કોર્ટનાં કેસ નં. સીઆરએમએજે 295/2024માં અરજદાર હિનાબેન ઈસ્માઈલભાઈ તથા તેઓના બાળક મોહમદ અરહાનની ચઢેલ ભરણપોષણની બાકી રકમ રૂપિયા 2,70,000/- તથા અરજી ખર્ચના રૂા.1000 મળી કુલ રૂા.2,71,000 અંકે રૂપિયા બે લાખ ઈકોતેર હજાર નહી ભરવા બદલ સલીમભાઈ ફકીરમહંમદ વોરાને ક્રિ.પો.કોડ 1973ની કલમ 418 (2) સાથે વાંચતા ફેમીલી કોર્ટ એકટની કલમ 10 (3) મુજબ અરજદાર તથા તેઓના બાળકની ચઢેલ ભરણપોષણની બાકી રકમ અરજદારને ભરપાઈ ના કરતા કસુર બદલ કુલ 600 દિવસ (છસો દિવસ)ની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ તા.23મી માહે જાન્યુઆરી સને 2025ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો છે. અરજદારનાં એડવોકેટ કુ.રૂકસાનાબેન અકબરભાઈ ગીલાણી તથા એડવોકેટ ફૈઝલઅબ્બાસ રૂકસાનાબેનની ધારદાર દલીલોને ધ્યાને લઈ સલીમભાઈ ફકીરમહંમદ વોરાને 600 (છસો) દિવસની સજા ફરમાવી જેલમાં મોકલી આપવાનો હુકમ કરેલો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy