મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી: જવાનો નથી: ચોખવટ

મે માફી માંગી લીધી છે; ઉમેદવારી પાછી ખેચવાનો પ્રશ્ન જ નથી: રૂપાલા

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 01 April, 2024 | 03:41 PM
◙ છેલ્લા ચાર દિવસથી ચાલતી અટકળો ચર્ચામાં તથા ક્ષત્રિય સમાજના વેગ પકડતા જતા આંદોલન વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની સ્પષ્ટ વાત
સાંજ સમાચાર

◙ મોહનભાઈએ મારા ‘ડમી’ તરીકે ફોર્મ ભરવાની તૈયારી કરી છે: આજે જ ચગેલી ચર્ચા પર પૂર્ણવિરામ મુકયુ

◙ આંદોલનને સમાજ અને પાર્ટીનો વિષય ગણાવતા રૂપાલા : મારા તરફથી જે કહેવાનુ હતું- કરવાનું હતું તે કરી લીધુ છે

◙ ઉમેદવાર પસંદગી બદલવાનો અધિકાર ફકત પક્ષના પાર્લીયામેન્ટ્રી બોર્ડને: અહી કોઈએ કહેવાનો અધિકાર નથી

◙ પક્ષ કહેશે તો ચુંટણી નહી લડુ! એક સીધા પ્રશ્ર્નના જવાબમાં રૂપાલાએ કહ્યું આ મારો અને પાર્ટીનો વિષય છે: ‘લડાયક વલણ’

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિધાનથી સર્જાયેલા વિવાદ તથા વિરોધ અને તેમની ઉમેદવારી રદ કરવા માટે ક્ષત્રિય સમાજે રાજકોટ સહિત રાજયમાં જે માંગ કરીને આંદોલનાત્મક કાર્યક્રમ આપી રહ્યા છે.

તેમાં આજે શ્રી રૂપાલાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેના પૂછાયેલ પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કહ્યું હતું કે મે મારા વિધાનો અંગે વિડીયો મારફત તથા ક્ષત્રિય સમાજની સભામાં માફી માંગી લીધી છે અને હું તેની મારા માટે આ વિષય પુરો થયો છે તેથી મારી ઉમેદવારી પાછી ખેચવાનો કોઈ પ્રશ્ન જ નથી. રાજકોટ સહિત ગુજરાત ભાજપને ધમરોળી રહેલા આ વિવાદમાં તેઓને દિલ્હી બોલાવાય હોવા અંગે પણ ઈન્કાર કરતા જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી.

તેમના સ્થાને ભાજપે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાને ઉમેદવારી કરવા સૂચના આપી છે અને મોહનભાઈએ દિલ્હીમાં નો-ડયુ સર્ટી મેળવ્યા પણ કામગીરી હાથ ધરી છે તેવા એક પ્રશ્નના જવાબમાં શ્રી રૂપાલાએ કહ્યું કે મોહનભાઈ મારા ડમી તરીકે ફોર્મ ભરશે તે વાત અગાઉથી જ નિશ્ચિત હતી.

આજે ચુંટણી કાર્યાલય ખાતે પત્રકારોના પ્રશ્નની ઝડીનો સામનો કરનાર શ્રી રૂપાલાએ તેઓના પ્રચાર કાર્યક્રમમાં તા.3-4 અનામત રખાઈ હોવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તારીખો એ કેબીનેટ બેઠક માટે અનામત રાખી હતી. તા.3ના હું અમદાવાદ જવાનો હતો પણ હવે આ ખાલી તારીખના કાર્યક્રમો બની જશે.

ઉમેદવાર બદલવા અંગે ચાલતી અટકળો પર શ્રી રૂપાલાએ કહ્યું કે પક્ષના ઉમેદવાર પસંદ કરવાનો અને બદલવાનો અધિકાર પાર્ટીની પાર્લીયામેન્ટ્રી બોર્ડને છે. તેથી અહી કોઈએ અટકળો કે નિવેદનબાજી કે અંદાજો મુકવાના હોય નહી.

તેમના વિધાનો પર ક્ષત્રિય સમુદાયના વિરોધ અને તેમને ખસેડવાની માંગણી પર રૂપાલાએ કહ્યું કે જે તે સમયે મે મારી જે ભુલ થઈ હતી તે અંગે માફી માંગી લીધી છે અને ક્ષત્રિય આગેવાનોએ પણ અને હૈયાધારણા આપી છે. હવે તેઓએ ઉમેદવાર બદલવા અંગે જે માંગણી કરી છે તે પાર્ટી અને સમાજ વચ્ચેનો વિષય છે. હું તેમાં કોમેન્ટ કરીને કોઈ વિવાદ વધારવા માંગતો નથી. ક્ષત્રિય સમાજ તેની માંગણીમાં અડગ છે તથા તા.6 કે 7ના રોજ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન બોલાવાની તૈયારીમાં છે.

તેના પર ટીપ્પણી કરતા શ્રી રૂપાલાએ જણાવ્યું કે આ તમારી જાણનો મુદો છે અને દરેક સમાજને પોતાની વાત કહેવાનો અધિકાર છે અને વિપક્ષને પણ આ પ્રકારના સમયે રાજકારણ કરવાનો અધિકાર છે. તેમની ઉમેદવારી સામે વિરોધ વધી રહ્યો છે અને તેનાથી ભાજપને પણ અન્ય બેઠકો પર સહન કરવું પડશે તેવા અનેક પ્રશ્ર્નના જવાબમાં રૂપાલાએ કહ્યું કે મારા તરફથી જે કંઈ કરવાનું હતું કે કહેવાનું હતું તે મે કરી લીધુ છે અને માફી માંગી લીધી છે. હવે તેઓ ક્ષત્રિય ધર્મ બજાવે અને આ માટે હું અને મારા પક્ષના અગ્રણીઓ પણ પ્રશ્ર્ન કરી રહ્યા છે.

તેઓને જો મારી ઉમેદવારી પાછી ખેચવાનું કહે તો તમો શું કરશો તેવા એક પ્રશ્નના જવાબમાં શ્રી રૂપાલાએ કહ્યું કે મે મારી અને પાર્ટીની વચ્ચેની વાત છે. દલિત સમાજ દ્વારા હવે તેમના ઉચ્ચારણો અંગે જે વિરોધ દર્શાવાય છે તેના પર સ્પષ્ટતા કરતા રૂપાલાએ કહ્યું કે વાસ્તવમાં મારો એ સતાવાર કાર્યક્રમ હતો જ નહી. હું તેમાં શ્રદ્ધાંજલી સભા હતી તેમાં ગયો હતો તેથી તેઓએ કરેલા વિધાનો પર કોઈ રાજકીય ટીપ્પણી થઈ શકે જ નહી.

તેઓએ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે વધુ કોઈ પ્રશ્નનો જવાબ આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, હવે આ વિષય પર વધુ ચર્ચા જરૂરી નથી તેના કોઈ પ્લસ માઈનસ કાઢવાની પણ જરૂર નથી.

કહો તો ખરા આટલા બધા પ્રશ્નો શા માટે! આજે 1 એપ્રિલ છે! રૂપાલાની રમૂજ
રાજકોટ: લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર બદલવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માંગણી સંદર્ભમાં આજે અનેક પ્રશ્નોથી ઘેરાયા છતા તમામનો જવાબ આપીને બાદમાં રૂપાલાએ અંતે પત્રકારો સાથે હળવા મૂડમાં કહ્યું કે, આટલી બધી ‘કાહઠી’ તમોએ શા માટે કરી! (આટલા પ્રશ્નો શા માટે પૂછયા) તેઓને ખબર છે ને કે આજે તા.1 એપ્રિલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj