વોશિંગ્ટન તા.30
હાલમાં જ પોપ ફ્રાન્સીસની અંતિમ વિધિમાં સામેલ થઈને પરત આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે ભવ્યતાથી આ અંતિમ વિધિ થઈ હતી તેના પર રમુજ કરતા કહ્યું કે મને પણ આગામી સમયમાં પોપ થવુ ગમશે.
સોશ્યલ મીડીયા પર તેમની આ પોષ્ટ વાયરલ થઈ રહી છે. હવે પોપ ફ્રાન્સીસના નિધન બાદ રોમન કેથોલીક ચર્ચનું નેતૃત્વ કોણ કરે તેવા એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મને પોપ થવુ ગમશે તે મારી પ્રથમ નંબરની પસંદગી છે.
જો કે તેમણે બીજા શ્વાસે કહ્યું કે, નવા પોપ કોણ બને તેમાં તેઓ કોઈને ખાસ ગણતા નથી. પરંતુ ન્યુયોર્કના આર્ક બીશપ ટીમોથી ડોલ્હાન પોપ બનવા માટે અત્યંત યોગ્ય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy