IPL 2024: 17 દિવસનાં પ્રથમ તબકકાનાં શિડયુલમાં 21 મેચ રમાશે

India, Sports | 23 February, 2024 | 11:42 AM
પાંચ-પાંચના બે ગ્રુપમાં કુલ 10 ટીમ: દરેક ટીમ 14-14 મેચ રમશે: ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચે 22 માર્ચે પ્રથમ મુકાબલો: પ્રથમ તબકકામાં અમદાવાદમાં 3 મેચ
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.23

ક્રિકેટ જગતની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ આઈપીએલ 2024 નું શિડયુલ છેવટે જાહેર થયુ છે. 22 મી માર્ચથી તેનો પ્રારંભ થશે પ્રથમ તબકકાનાં 17 દિવસોના શેડયુલમાં 21 મેચો રમાશે.બીજા તબકકાનું શિડયુલ લોકસભા ચૂંટણીનુ સમયપત્રક જાહેર થયા બાદ નકકી કરવામાં આવશે.

આઈપીએલનો પ્રથમ મેચ ચેન્નાઈમાં ગત સીઝનની ચેમ્પીયન ચેન્નાઈ સુપરકીંગ તથા રનર્સઅપ રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાવાનું સતાવાર કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યું છે. 10 ટીમોનાં પાંચ-પાંચના બે ગ્રુપમાં વિભાજન કરવામાં આવ્યા છે.ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમો 14-14 મેચ રમશે. બન્ને ગ્રુપની દરેક ટીમ બાકીની ચાર ટીમો સાથે બે વખત હોમ ગ્રાઉન્ડમાં તથા બે વખત હરીફ ટીમનાં મેદાનમાં કુલ ચાર-ચાર મેચ રમશે.આ સિવાય બીજા ગ્રુપમાં ચાર ટીમ સાથે એક-એક મેચ રમશે.જયારે અન્ય બે ટીમ બે વખત એકબીજાની સામે ટકરાશે.

 દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રિલ-મે માસમાં યોજાવાનું અનુમાન છે. તેનો કાર્યક્રમ આગામી મહિને જાહેર થઈ શકે છે. સતાવાર ઘોષણા બાદ આઈપીએલનાં બીજા તબકકાનો કાર્યક્રમ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. જયારે 2014 ની ચૂંટણી વખતે ભારત અને યુએઈમાં સંયુકત રીતે રમાયો હતો. 2019 માં ચૂંટણી છતાં સંપૂર્ણ ટુર્નામેન્ટ ભારતમાં જ યોજવામાં આવી હતી. તેજ ધોરણે 2024 માં પણ આવી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાડવાનું નકકી થયુ છે.

પ્રથમ તબકકામાં દિલ્હી કેપીટલ્સ, ગુજરાત ટાઈટન્સ, તથા રોયલ ચેલેન્જર બેંગ્લોર સૌથી વધુ 5-5 મેચ રમશે જયારે કોલકતા નાઈટ રાઈડર્સ સૌથી ઓછા ત્રણ મેચ રમશે.હૈદરાબાદ પંજાબ, રાજસ્થાન, લખનૌ, મુંબઈ તથા ચેન્નાઈની ટીમો ચાર-ચાર મેચ રમશે.

પ્રથમ તબકકાનાં ચાર ડબલ હેડર,અર્થાત એક દિવસમાં બે બે મેચ રમાશે.ગુજરાતમાં અમદાવાદ સ્ટેડીયમમાં પ્રથમ તબકકામાં 3 મેચ રમાશે.

IPLના 4 સ્પોન્સરશીપ સ્લોટ 1485 કરોડમાં વેંચાયા

માય11 સર્કલ, એન્જલવન તથા સીયાટે 5 વર્ષની ડીલ ક્રી:રૂપેએ ત્રણ વર્ષ માટે સ્પોન્સરશીપ હાંસલ કરી: ઓરેન્જ-પર્પલ કેપ સહિત ત્રણ સ્લોટમાં કોઈએ રસ ન દાખવ્યો

 

મુંબઈ તા.23

 આગામી 22 મી માર્ચથી આઈપીએલ 2024 નો પ્રારંભ થવાનું સતાવાર એલાન થયુ છે.ત્યારે ક્રિકેટ બોર્ડે સ્પોન્સરશીપનાં ચાર સ્લોટ રૂા.1485 કરોડમાં વેંચ્યા છે. માય11 સર્કલ, રૂપે, એન્જલવન તથા સીયાટે સ્પોન્સરશીપ સ્લોટ મેળવ્યા હતા.

ક્રિકેટ બોર્ડનાં સુત્રોએ કહ્યું કે ચારમાંથી ત્રણ કંપનીઓએ 2028 સુધી પાંચ વર્ષની સ્પોન્સરશીપ મેળવી છે.જયારે રૂપેને ત્રણ વર્ષની સ્પોન્સરશીપ આપવામાં આવી છે. 6 માંથી 3 સ્લોટ વેચાયા છે. ટાયર ઉત્પાદક કંપની સીયાટે ‘ટાઈમ આઉટ’નો સ્લોટ રૂા.240 કરોડમાં હાંસલ કર્યો હતો.ઓરેન્જ અને પર્પલ કેપ માટેની સ્પોન્સરશીપમાં કોઈએ રસ દાખવ્યો ન હતો ફેન્ટેસી સ્પોર્ટસ કેટેગરીમાં ડ્રીમ11 ને પાછળ રાખીને માય11 સર્કલે 625 કરોડમાં સ્પોન્સરશીપ જીતી હતી ડ્રીમ11 દ્વારા 515 કરોડની બીડ કરવામાં આવી હતી.

 ઓનલાઈન સ્ટોક કેટેગરીમાં એન્જલ વન મેદાન મારી ગયુ હતું.410 કરોડની બીડ સાથે સ્પોન્સરશીપ મેળવી હતી.ગ્રો પ્રતિ સ્પર્ધી દ્વારા 380 કરોડની બીડ કરાઈ હતી.આઈપીએલ એસોસીએટ પાર્ટનરશીપ માટે ત્રણ વર્ષ માટે રૂપેએ 210 કરોડની બીડ કરી હતી.ટાઈટલ સ્પોન્સરશીપ રૂા.2500 કરોડમાં ટાટા સન્સે અગાઉ જ મેળવી લીધી હતી. ડ્રીમ11, સીયાટ, સાઉદી ટુરીઝમ, અરામકો, માસ્ટરકાર્ડ, રૂપે, ફોનપે, માય11 સર્કલ, ડીપી વર્લ્ડ, એન્જલવન તથા ગ્રો જેવી 11 કંપનીઓએ ટેન્ડર દસ્તાવેજો ઉપાડયા હતા. તે પૈકી માસ્ટરકાર્ડ ફોનપે, સાઊદી ટુરીઝમ અને અરામકો તથા ડીપી વર્લ્ડે ટેન્ડર ભર્યા હતા.

સુત્રોનું માનવામાં આવે તો એવા નિર્દેશ છે કે ટેન્ડર પ્રક્રિયામાં ભાવ નિશ્ર્ચિત થઈ ગયા બાદ ક્રિકેટ બોર્ડ સાથે સીધી ડીલ કરવા સાઉદી ટુરીઝમ, ડીપી વર્લ્ડ, તથા અરામકોનો ઈરાદો છે.
ક્રિકેટ બોર્ડનાં ટેન્ડર દસ્તાવેજમાં સુચવાયા પ્રમાણે એસોસીએટ પાર્ટનર માટે વાર્ષિક બેઝ પ્રાઈઝ 65 કરોડ હતી. જયારે ઓરેન્જ પર્પલ એપ, અમ્પાયર તથા સ્ટે્રટેજીક ટાઈમ આઉટ સ્લોટ માટેની બેઝ પ્રાઈઝ અનુક્રમે 60 કરોડ, 50 કરોડ તથા 40 કરોડ રાખવામાં આવી હતી. 3 કે 5 વર્ષની સ્પોન્સરશીપનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.ઉપરાંત 84 અથવા 94 મેચ માટે બીડ કરવા કહેવાયું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj