આઈપીએલ ફ્રેન્ચાઈઝી માલિકોની 16 મી એપ્રિલે યોજાનારી બેઠક રદ

India, Sports | 11 April, 2024 | 12:42 PM
16મીનો મેચ રી-શેડયુલ થયો હોવાથી મીટીંગ કેન્સલ
સાંજ સમાચાર

મુંબઇ : આઇપીએલ ફેન્ચાઇઝી માલિકોની 16મીએ યોજાનારી બેઠક રદ્દ થઇ છે. જો કે કોઈપણ નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. આ મીટિંગ મળી હોત તો તેમાં આગામી સીઝન માટે ઓક્સનને લઇ ઘણા મોટા નિર્ણયો લેવાના હતા.

બીસીસીઆઇ- આઇપીએલ અધિકારીઓ અને ફ્રેચાઇઝ પ્રમોટરો વચ્ચેની આ બેઠક અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના આઇપીએલ મુકાબલા દરમિયાન મળવાની હતી. પરંતુ આ મેચને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.

જ્યારે બીસીસીઆઈએ ઇડનમાં કલકતા નાઇટ રાઇડર્સ- રાજસ્થાન રોયલ્સની મેચને 16 એપ્રિલે રમાડવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કલકતામાં રામ નવમી તહેવાર અને શહેરમાં સુરક્ષાને લઇ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ બેઠકમાં આગામી વર્ષને લઇ મેગા-હરાજી અંગે ચર્ચા થવાની હતી. આ માટે મીટિંગ માટે આઈપીએલ ફ્રેન્ચાઇઝના તમામ દસ માલિકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે માલિકો સાથે સીઈઓ અને ઓપરેશનલ ટીમ પણ આવી શકે છે. આ સમય દરમિયાન ખેલાડીઓની રીટેન્શન અને પર્સ વધારવા વિશે ચર્ચાઓની અપેક્ષા રાખવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj