IPL 22 માર્ચથી શરૂ થશે: સમગ્ર શિડયુલ બે તબકકે જાહેર થશે

India, Sports | 21 February, 2024 | 10:38 AM
ચૂંટણીને કારણે કાર્યક્રમ બે તબકકે જાહેર થવાનો નિર્દેશ
સાંજ સમાચાર

મુંબઈ,તા.21
ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ આઈપીએલ આગામી 22મી માર્ચથી શરૂ થશે અને આખી ટુર્નામેન્ટનું શિડયુલ બે તબકકામાં રહેશે. ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી છતાં સંપૂર્ણ આયોજન દેશમાં જ થશે.જોકે ચૂંટણીને ધ્યાને રાખીને સમયપત્રક બે તબકકે જાહેર થશે પ્રથમ તબકકે પ્રથમ 15 દિવસનું શિડયુલ જાહેર કરાશે.

લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે, લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેવી સ્થિતિમાં ટુર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નઈમાં શરૂ થવાની યોજના છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ફાઈનલની તારીખ નક્કી કરવામાં આવી નથી.

મહત્વનું છે કે, આ આખી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ચેન્નઈ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને તેની ઇવેન્ટની શરૂઆત કરશે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, આ વખતે ફાઈનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે, કારણ કે લીગના થોડા દિવસો બાદ જ 1 જૂનથી T20 વર્લ્ડ કપ શરૂ થશે.

નોંધનીય છે કે, IPL પહેલાં જ તમામ દેશોના ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેમના ખેલાડીઓ ફાઈનલ સુધી ટુર્નામેન્ટ રમવા માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં બાકીની ટીમના ખેલાડીઓને પણ સાથે તૈયારી કરવા માટે ઓછો સમય મળશે. જે ટીમ પ્લેઓફમાં નથી પહોંચી શકી તે ટીમના ખેલાડીઓ ચોક્કસપણે 26 મે પહેલા નેશનલ ટીમમાં સામેલ થઈ શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj