રાજકોટ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ રાજય સરકારને સોંપી દેવાયો

IPS-IAS અધિકારીઓની પુછપરછ થશે: ગૃહમંત્રી-‘સીટ’ વચ્ચે બેઠક

Gujarat, Saurashtra | Rajkot | 29 May, 2024 | 04:04 PM
રાજકોટથી બદલી પામેલા અધિકારીઓની પણ તપાસ થશે: કાલે પુછપરછ થવાનો નિર્દેશ: અધિકારીઓ સામે ગુના દાખલ કરવા વિશે તપાસ બાદ નિર્ણય: 2021થી 2024 સુધીના સરકારી રેકર્ડની ચકાસણી થશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.29
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જનાકોશ સર્જનારા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં રાજય સરકાર એકશનમાં આવી જ ગઈ છે. 27 લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં તંત્ર તથા અધિકારીઓની જવાબદારી ફીકસ કરીને પગલા લેવા તપાસનો દોર આગળ ધપાવવામાં આવી જ રહ્યો છે ત્યારે આજે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આઈએએસ-આઈપીએસ સહિતના તમામ જવાબદાર અધિકારીઓની પુછપરછ કરવાથી માંડીને તમામ પ્રકારના પગલા લેવામાં આવશે. સીટ દ્વારા આવતીકાલે આઈએએસ-આઈપીએસ અધિકારીઓની પુછપરછ કરવામાં આવે તેવા નિર્દેશ છે.

રાજકોટના અગ્નિકાંડ મામલે રાજય સરકાર દ્વારા સીટની રચના કરી દેવામાં આવી જ હતી. 72 કલાકમાં પ્રાથમીક રિપોર્ટ અને 10 દિવસમાં ફાઈનલ રિપોર્ટ સોંપવાની સૂચના આપવામાં આવી હતી. સીનીયર અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સીટ દ્વારા પ્રાથમીક રિપોર્ટ સરકારને સોંપી જ દેવામાં આવ્યો હતો અને તેના આધારે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સીટના સભ્યો સાથે તપાસ રિપોર્ટની સમીક્ષા કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે સરકારી વિભાગોની લાપરવાહી, અધિકારીઓની બેદરકારી સહિતના મુદાઓ ચર્ચામાં આવ્યા હતા.

સીટના વડા સુભાષ ત્રિવેદીએ બેઠકમાં વિવિધ મુદ્દાઓ ટાંકયા હતા તેના આધારે ગૃહ રાજયમંત્રીએ આઈએએસ-આઈપીએસ અધિકારીઓની પુછપરછ કરવાની પણ સુચના આપવામાં આવી હતી.

બેઠક બાદ એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જીવ ગુમાવનારા લોકોને ન્યાય આપવા રચાયેલી સીટની પ્રાથમીક તપાસના તારણો ચકાસવામાં આવ્યા છે. તાબડતોડ કાર્યવાહી કરવાની હોવાથી પ્રાથમીક રિપોર્ટના આધારે જ જરૂરી સુચના આપવામાં આવી હતી. તપાસનીશ ટીમ અધિકારી-પદાધિકારીની પુછપરછ બાદ નિવેદનોનું આકલન કરીને સરકારને રિપોર્ટ આપશે. અનેક વિભાગોની જવાબદારી બનતી હોવાથી તપાસ સમય માંગી લ્યે તેમ છે. સમગ્ર તપાસનું સુપરવિઝન ખુદ રાજયના પોલીસવડા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અધિકારીઓ સામે ગુના દાખલ કરવામાં આવશે કે કેમ તે વિશે તપાસના અંતે નકકી કરાશે. સૂત્રોના કહેવા પ્રમાણે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા સીટના સભ્યો વચ્ચેની બેઠક બે કલાક કરતા પણ વધુ સમય સુધી ચાલી હતી.

DNA મેચીંગ માટે અવશેષો શોધવા કાટમાળ ખસેડાયો: પેટ્રોલ વિશે FSL રિપોર્ટ બાદ કાર્યવાહી
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા અગ્નિકાંડમાં ઘટનાસ્થળને બે જ દિવસમાં સાફ કરવાની કાર્યવાહી સામે સવાલ ઉઠતા ‘સીટ’ દ્વારા ચોખવટ કરવામાં આવી છે. સીટના વડા સુભાષ ત્રિવેદીએ એવો નિર્દેશ કર્યો હતો કે ભયાનક આગનુ તાપમાન 3000 ડીગ્રીનું હતું અને તેમાં લોકો સળગી ગયા હતા.

27 લોકોની ઓળખ અવશેષોના આધારે કરવી પડે તેવી સ્થિતિ હતી. ડીએનએ મેચ કરીને ઓળખ મેળવવાની હોવાથી ટીઆરપી ઝોનનો કાટમાળ ખસેડીને જગ્યા સાફ કરવામાં આવી હતી. બાકી પુરાવાનો નાશ કરવાની વાત અસ્થાને છે.

બીજી તરફ ગેમઝોનમાં પેટ્રોલના મોટા સ્ટોક વિશે પુરવઠા વિભાગ તપાસ કરી જ રહ્યું છે. એફએસએલની તપાસ થઈ છે અને તેના રિપોર્ટના આધારે પેટ્રોલિયમ એકટ હેઠળ વધુ કાર્યવાહી થઈ શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj