કુલ બજેટમાંથી 200 કરોડ જેટલી રકમ પગાર સહિતના મહેકમ - વહીવટી ખર્ચમાં જાય છે : અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપર પણ ફોકસ

શિક્ષણ સમિતિની શાળાઓમાં જ ધો.8-9 શરૂ કરવા વિચાર : નવા વિસ્તારોમાં નવી પ્રા.શાળા

Local | Rajkot | 24 January, 2025 | 03:39 PM
મનપા સમિતિનું 2025-26નું 202.16 કરોડનું બજેટ રજૂ કરતા ચેરમેન વિક્રમ પુજારા : સર્વાનુમતે મંજૂર : સ્માર્ટ કલાસ, સોફટવેર, કોમ્પ્યુટર શિક્ષણ સહિતની જોગવાઇઓ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠકમાં સને 2025-26નું  202 કરોડ, 16 લાખનું બજેટ રજુ કરવામાં આવતા બજેટ સર્વાનમુતે મંજુર કરવામાં આવેલ છે. જોકે કુલ બજેટમાં 200 કરોડ જેટલો ખર્ચ શિક્ષકોના પગાર સહિતના મહેકમ અને વહીવટી ખર્ચનો હોય છે તેમ ઉલ્લેખનીય છે.

છતાં ચેરમેન  વિક્રમભાઇ પુજારાએ મુંજકા, માધાપર, કોઠારીયા સહિતના વિસ્તારમાં નવી શાળા નિર્માણ કરવાની જાહેરાત કરી છે.  તો ધો.8 બાદ આ જ શાળામાં ધો.9 અને 10ના વર્ગો શરૂ કરવા પણ સમિતિએ ઇરાદો જાહેર કર્યો હતો.

બજેટ રજુ કરતા ચેરમેન વિક્રમ પુજારા અને વાઇસ ચેરમેન ડો. પ્રવિણભાઇ નિમાવત, વધુમાં જણાવેલ છે કે જરૂરીયાત મુજબના વિસ્તારમાં નવી શાળા નિર્માણ કરાશે અને જે શાળાઓમાં જરૂરીયાત હશે તે મુજબના નવા વર્ગખંડો બાંધકામ કરવામાં આવશે જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશેે.

નવા વિસ્તારની  મુંજકા-માધાપરની શાળાઓ શિક્ષણ સમિતિમાં ભળતા તેમને આધુનિક ભૌતિક સુવિધાઓથી સજજ કરવી અને ધો. 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ધો.9 અને 10ના વર્ગોની શિક્ષણ સમિતિમાં જ શરૂઆત કરવા અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ છે. તેનાથી શાળા છોડી જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં (ડ્રોપઆઉટ) ઘટાડો થવાની પણ આશા છે.

આજરોજ રજુ કરાયેલ બજેટમાં શૈક્ષણિક સેમિનાર, રાજયકક્ષા-રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમની ઉજવણી, ગણીત-વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા, સોફટવેર ખરીદી તથા ગુરૂવંદના એવોર્ડ, તેજસ્વી વિદ્યાર્થી સન્માન, નિવૃત શિક્ષક સન્માન કાર્યક્રમો સાથે શાળા વિકાસ માટેની જોગવાઇ રાખવામાં આવેલ છે.

ધોરણ-1 થી 8ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સ અને કોમ્પ્યુટર તાલીમાર્થીઓ મારફત શિક્ષણ, અંગ્રેજી માધ્યમની શાળાઓનાં જાળવણી ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે. 

ઉપરાંત વર્ષ-2025માં આવતી શાળાની જાહેર-સ્થાનિક રજા મંજુર કરવામાં આવેલ છે. આ દરખાસ્તો ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.

બજેટ મીટીંગમાં શિક્ષણ સમિતિ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, સદસ્ય સંગીતાબેન છાયા, અજયભાઇ પરમાર,  જાગૃતિબેન ભાણવડીયા, મનસુખભાઇ વેકરીયા, રસીકભાઇ બદ્રકીયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ સાંબડ, હિતેશભાઇ રાવલ, જયદીપભાઇ જલુ, ઇશ્ર્વરભાઇ જીતિયા, જગદીશભાઇ ભોજાણી, સુરેશભાઇ રાધવાણી, રાજેશભાઇ માંડલીયાએ હાજર રહી બજેટ ચર્ચામાં ભાગ લીધેલ હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj