જુનાગઢ, તા.30
જુનાગઢ નજીકના વધાવી ગામે રહેતી મહિલાને પેટમાં દુ:ખાવો થતા દવા લેવા માટે જુનાગઢ આવ્યા હતા ત્યારે તેની બહેનપણીના પતિઓ પીછો કરી રૂા. 50 હજારનો ચેઇન ઝુંટવી લઇ થપ્પડો મારી ગળામાં ઇજા કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવી છે.
વધાવી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા જશુબેન ચીમનભાઇ ચૌહાણ (ઉ.વ.પ0) ગત તા. 23-4ના પથરીનો દુ:ખાવો તથા જુનાગઢ દવા લેવા આવેલ જશુબેન અગાઉ જુનાગઢ રહેતી તેમની બહેનપણી રેશ્મા ઉર્ફે શારદાને સાથે દવા લેવાનું કહેલ તેને મળવા દાતાર રોડ ગયેલ ત્યારે રેશ્માનો પતિ યુસુફશા મહમદશા પણ સાથે હતો વાતચીત કરતા હતા ત્યારે યુસુફશા અવારનવાર ચેઇનની વાતો કરતો હતો. યુસફશાની દાનત ખરાબ લાગતા ત્યાંથી નીકળી ગયા હતા.
રાત્રીના 10ની આજુબાજુના તેઓ કાળવા એકમાં બેઠા હતા ત્યારે પણ યુસુફશાએ તેની પાસે ચેઇનની વાત કરી હતી જેથી જશુબેન મહિલા પોલીસ ચોરીમાં જતા રહેલ બાદ યુસુફશા ત્યાંથી ચાલ્યો ગયો હતો.
વહેલી સવારે 5 કલાકે જશુબેન ઉઠીને કાળવા ચોક નજીકની ગલીમાં ગયા ત્યારે યુસુફ એ રીક્ષા લઇને પીછો કરી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન 50 હજારની કિંમતનો ઝુંટવી લીધો હતો ત્યારે ઝપાઝપી કરતા જશુબેનને થપ્પડો મારી ગળામાં ઇજાઓ કરી પછાડી દીધા હતા. બુમાબુમ કરતા યુસુફશા ભાગી છુટયો હતો. દુ:ખાવો થતાં જશુબેન સરકારી દવાખાને દાખલ થયા હતા. જયાં તેમણે મારામારી થયાનું લખાવવું હતું.
સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા પોતાનો દિકરો ખીજાશે તેમ માનીને કોઇને વાત કરી ન હતી ગઇકાલે જશુબેન સિવિલમાં દાખલ થયેલ તે બાબતે પરિવારને જશુબેને વાત કરી આખી હકીકત જણાવતા જુનાગઢ દાતાર રોડ પર રહેતા યુસુફશા મહમદશા રફાઇ સામે 50 હજારનો ચેઇન ઝુંટવી લઇ માર માર્યાની ફરિયાદ નોંધાતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy