મોરબીમાં આર.કે. ઘૂઘરાની દુકાને મહિલા વેપારીને ગાળો આપીને નુકશાન કરનારા ત્રણ શખ્સોની ધરપકડ

Crime | Morbi | 12 April, 2024 | 02:39 PM
તોડફોડ અને ધમકીના ગુનામાં ભયલો, કાનજી અને કાનો ઝડપાયો
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા)
 મોરબી તા.12 

 

મોરબીમાં નવા બસ સ્ટેશનમાં આર.કે. ઘુઘરાની દુકાને મહિલા વેપારી બેઠેલ હતી ત્યારે કોઈપણ કારણો વગર તેને ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ત્યાં દુકાનની બહાર રાખવામાં આવેલ ટેબલ ખુરશી અને કાઉન્ટરના ઘા કરીને તેમાં નુકસાની કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાઘપરા શેરી નં-14 માં રહેતી અને સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં આર.કે. ઘુઘરા નામની દુકાન ધરાવતી મહિલા મીરાબેન સનતભાઈ દુબલ જાતે બ્રહ્મ ક્ષત્રિય (32) નામની યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિક ઈબ્રાહીમ ચાનિયા રહે. પરસોતમ ચોક મોરબી, કાનજી રાવળ રહે. મોરબી અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ તેની આર.કે. ઘુઘરા નામની દુકાને આરોપીઓ આવ્યા હતા અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ગાળો આપી હતી અને બોલાચાલી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પરંતુ તેની દુકાનની બહાર પડેલા ટેબલ ખુરશી અને કાઉન્ટરના ઘા કરીને તેમાં નુકસાની કરવામાં આવી હતી જેથી યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી 

આ ગુનામાં તોફિક ઉર્ફે ભયલો ઈબ્રાહીમ ચાનિયા (31) રહે. કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે મોરબી, કાનજી ધનજીભાઈ મેર જાતે રાવળદેવ (41) રહે. કાલિકા પ્લોટ મોરબી અને નરેશ ઉર્ફે કાનો રમેશભાઈ લારુકિયા જાતે રાવળદેવ (39) રહે. રામકૃષ્ણનગર મોરબી-2 વાળાની મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.બી. ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj