રાહુલ ગાંધી, કેજરીવાલ, ખડગે, પટનાયકે ભાજપને આડે હાથ લીધા

પીએમની ભકિતમાં સંબિત પાત્રા ભાન ભૂલ્યા: ભગવાન જગન્નાથને મોદીના ભકત કહી દીધા!

India, Politics | 21 May, 2024 | 11:26 AM
વિપક્ષો ભાજપના પુરીના ઉમેદવાર અને પ્રવકતા સંબિત પાત્રા પર તૂટી પડયા: સત્તાના નશામાં ભાજપ પોતાને ભગવાનથી ઉપર માનવા લાગ્યું: કયાં છે હિન્દુત્વના સંગઠનો?
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.21
વડાપ્રધાન મોદીનો એક મોટો ભકત વર્ગ છે. જેના માટે મોદી ભગવાન છે પણ ભાજપના પ્રવકતા મોદી ભકિતમાં ભાન ભૂલી ગયા હતા, તેમણે એવું બાફી માયુર્ં હતું કે ભગવાન જગન્નાથ પણ મોદીના ભક્ત છે! સંબિત પાત્રાના આ નિવેદન પર વિપક્ષોએ પસ્તાળ પાડી છે કે કયાં ગયા હિન્દુત્વના એ સંગઠનો અને પત્રકારો.

આ અંગેની વિગત એવી છે કે ,ભાજપના પુરીના ઉમેદવાર અને ભાજપના પ્રવકતાએ મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભગવાન જગન્નાથ પણ વડાપ્રધાન મોદીના ભકત છે. આ મામલે લોકોની નકારાત્મક પ્રતિક્રિયા આવતા સંબિત પાત્રાએ માફી માગી છે અને સફાઈ આપવા લાગ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણા બધાની કયારેક કયારેક જીપ લપસી પડે છે, તેમ મારી સાથે પણ થયુંં.

 જોકે વિપક્ષોએ આ મામલાને મુદ્દો બનાવી કહ્યું છે-ભાજપ સત્તાના નશામાં એટલો તો ધૂત થઈ ગયો છે કે તે પોતાને ભગવાનથી પણ ઉપર સમજે છે. રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જયારે વડાપ્રધાન પોતાને સમ્રાટ અને દરબારી તેમને ભગવાન માનવા લાગે તો સ્પષ્ટ છે કે પાપની લંકાનું પતન નજીક છે.

કેજરીવાલે પણ સંબિત પાત્રાના નિવેદનની ટિકા કરી કહ્યુંં હતું- ભાજપ એવું વિચારવા લાગી છે કે, મોદી ભગવાનથી પણ ઉપર છે. ઓરિસ્સાના એઆઈઈસીસી પ્રભારી અજોય કુમારે કહ્યું હતું -ઓરિસ્સા ભગવાન જગન્નાથનું આ અપમાન સહન નહી કરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાત્રાના નિવેદનને ભગવાન જગન્નાથનું અપમાન કહ્યું છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એકસ પોસ્ટમાં લખ્યું છે-મહાપ્રભુને કોઈ માણસનો ભકત કહેવો ભકતનું અપમાન છે.

સંબિત પાત્રાએ માફી માગી
હું પસ્તાવો કરવા, ભૂલ સુધારવા ત્રણ’દિ ઉપવાસ કરીશ

નવીદિલ્હી; ઓરિસ્સાની પુરીની લોકસભાની સીટના ઉમેદવાર અને ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે ભગવાન જગન્નાથ મોદીના ભકત છે.

તેમના આ નિવેદને વિવાદ જગાવતા આખરે પાત્રાએ માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પ્રસારિત કરી કહ્યું હતું કે હું જગન્નાથજીના ચરણોમાં માથુ નમાવીને માફી માગું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj