સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે માવઠાનો માર યથાવત: વિજળી પડતા પાંચનાં મોત

Gujarat, Saurashtra | Rajkot | 16 May, 2024 | 11:59 AM
♦સુરેન્દ્રનગર જિલ્લામાં અર્ધોથી બે ઈંચ વરસાદ સાથે વિજળીએ બેનાં ભોગ લીધા: અમરેલીનાં કુંકાવાવ-વડિયામાં તોફાની દોઢ ઈંચ વરસાદથી વ્યાપક નુકશાન: રાજકોટમાં 43 ડિગ્રી ગરમી બાદ સાંજે ઝાપટુ વરસ્યુ: સોરઠમાં સવારે ઝાપટા: પોરબંદર અને મોરબી પંથકમાં પણ વિજળી પડતા ત્રણ મોતને ભેંટયા
સાંજ સમાચાર

રાજકોટ,તા.16
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ બપોર સુધી કાળઝાળ તાપ બાદ સાંજે હવામાન પલ્ટા સાથે અનેક સ્થળે ગાજવિજ અને, તેજ પવન વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. તેમજ પોરબંદરનાં શીશલી અને સોઢાણતા તથા સુરેન્દ્રનગરનાં મૂળી અને ચોટીલા તથા મોરબીનાં રંગપુરમાં વિજળી, ખાબકતા કુલ પાંચ વ્યકિતઓનાં મોત નિપજયા હતાં.ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે ઝાલાવાડનાં મુળી પંથકમાં બે ઈંચ તથા વઢવાણ-થાન પંથકમાં અર્ધો થી પોણો ઈંચ વરસાદ ગાજવિજ સાથે ખાબકયો હતો.

જયારે રાજકોટ, પોરબંદર, અને મોરબી પંથકમાં પણ ગાજવિજ સાથે ઝાપટા વરસ્યા હતાં.તો, અમરેલીનાં કુંકાવાવ, વડિયા પંથકમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડયો હતો.તેમજ બાબરા અને સાવરકુંડલા પંથકમાં મિની વાવાઝોડાએ ભારે નુકશાન કર્યું હતું.અનેક સ્થળે વૃક્ષ-વિજપોલ-દિવાલો જમીન દોસ્ત, થઈ ગયા હતાં.

તથા સોરઠ પંથકમાં પણ આજે સવારે હળવા ઝાપટા વરસ્યા હતા.આથી કેરી સહિતનાં બાગાયતી પાકોને ભારે નુકશાન થયું હતું.ઉલ્લેખનિય છે કે ગઈકાલે રાજકોટમાં ચાલુ સિઝનનું સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન બાદ સાંજે ગાજવિજ સાથે ઝાપટા વરસતા ઠંડક પ્રસરી હતી.ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના વરસાદે તારાજી સરજી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અવકાશી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અવકાશી વીજળી પડવાના કારણે આ માવઠાના બે દિવસ માં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને અંદાજિત 15થી વધુ પશુઓના પણ મોત નીપજવા પામ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેરાણા ગામે વીજળી પડવાના કારણે બે બળદોના મોત નીપજવા પામ્યા છે ભર ઉનાળે ચોટીલા તાલુકાના વાતાવરણમાં આવેલો પલતા બાદ ઓચિંતી ત્રાટકેલી વીજળીએ ત્રણનો ભોગ લીધો છે. ચોટીલા તાલુકાના મોકાસર ગામમાં વીજળી પડતાં 18 વર્ષની યુવતીનું મૃત્યુ થયું છે.જ્યારે ખેરાણા ગામમાં વીજળી પડતાં બે બળદના મોત થયા છે.

ચોટીલા તાલુકાના મોકાસર ગામના ખેતરમાં આશા વાસાણી નામની યુવતી કામ કરી રહી હતી, દરમિયાન બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન ફૂંકાવા લાગ્યો.અને અચાનક વીજળી પડતાં આશા વાસાણી નામની યુવતીનું મૃત્યુ થયું. જેને લઇને તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ તરફ  ખેરાણા ગામે પણ વીજળી પડતાં ગોવિંદભાઇ બે બળદોના પણ મોત નિપજ્યા હતા.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે પણ એક આધેડ પર વીજળી પડી છે આ આધેડનું પણ મોત નીપજવા પામ્યું છે ત્યારે ઉલ્લેખની જગ્યાએ સાંજના સમયે જે ગાજવીજ સાથે વરસાદ થયો છે જેમાં મૂડી પંથકમાં બે ઇંચ વઢવાણમાં અડધો ઇંચ તેમજ થાનગઢમાં પણ અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે જે વરસાદ પડ્યો છે તેને તારાથી સર્જી હોય તેવું લાગી રહ્યું છે અને અવકાશી વીજળી પડવાના કારણે એક મહિલા અને એક પુરુષનું મોત નીપજવા પામ્યું છે.

અત્યારે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ ઉપર આવેલા હોર્ડિંગ્સ પણ ભારે પવન સાથે વરસાદના પગલે તૂટ્યા છે જોકે આ મામલત ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે ખાનગી માલિકીની જગ્યામાં નાખવામાં આવેલા હોડીગ છે તેની કોઈપણ પ્રકારની પરમિશન છે તે આપવામાં આવી નથી તમામ ગેરકાયદેસર રીતે નાખવામાં આવ્યા છે ટૂંક સમયમાં આ હોર્ડિંગ હટાવવામાં આવશે તેવું પણ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે વરસાદી અવકાશી વીજળી પડવાના કારણે 15 થી વધુ પશુઓના પણ મોત નીપજવા પામ્યા છે..

દરમ્યાન માવઠા બાદ ભાવનગરમાં બે દિવસ ની હીટવેવ ની આગાહી કરવામાં આવી છે.ભાવનગરમાં ગરમીમાં વધારો થયો છે. બફારો પણ વધતા લોકો અકળાયા છે.ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને 40.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું છે.વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 23% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 10 કિ.મી .પ્રતિ કલાકની રહી છે.

ઉપરાંત રાજકોટ જિલ્લાનાં કોટડાસાંગાણી ના આજુબાજુ પંથકોમાં કમોસમી વરસાદ સવારથી બપોર સુધી કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને એકા એક વાતાવરણ માં પલટો આવી જતા પવન અને વરસાદ શરૂ થયેલ કોટડાસાંગાણી તાલુકા ના માણેકવાડા મોટા માંડવા  માં પવન સાથે વરસાદ પડેલ હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj