ગંગોત્રી ચોક પાસે ઓનલાઈન ગેઈમમાં જુગાર રમતો ધવલ મારડીયા ઝડપાયા

Crime | Rajkot | 02 April, 2024 | 04:57 PM
Casino-R-Sbe-Avitor નામની આઈડી પર જુગાર રમતો હોવાનું ખુલ્યું: માલવીયાનગર પોલીસની કાર્યવાહી
સાંજ સમાચાર

રાજકોટ તા.2
 ગંગોત્રી ચોક પાસે ઓનલાઈન ગેઈમમાં જુગાર રમતા ધવલ મારડીયા નામના શખ્સને માલવીયાનગર પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  દરોડાની વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ ગજેરા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ ભાવેશ ગઢવી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.

ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલ રોડ પર દોશી હોસ્પીટલ ચોક ગંગોત્રી ચોક પાસે જાહેરમાં ઓનલાઈન ગેઈમમાં રૂપીયાની હારજીતનો સોદા લગાડી જુગાર રમતા ધવલ ભગવાનજી મારડીયા (ઉ.46) રહે. શીવનગર શેરી નં.12,ને ઝડપી તેની પાસેથી મોબાઈલ અને રોકડ મળી કુલ રૂા.30300નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj