અમેરિકામાં બોઇંગના વિમાનનું એન્જિન કવર ટેક ઓફ વખતે ઉડી જતા અફડાતફડી

World | 08 April, 2024 | 04:14 PM
વિમાનનું ઇમર્જન્સી લેન્ડીંગ કરાયું: ઉતારુઓ સુરક્ષિત
સાંજ સમાચાર

 ટેક્સાસ (અમેરિકા) 8 
 ટેક્સાસના ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટથી સાઉથવેસ્ટ બોઇંગ 737ની ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી, ત્યારે ટેકઓફ દરમિયાન એક દુર્ઘટના ઉદભાવતા આ ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોર્ડ પરના પાઇલોટ્સે જાણ કરી હતી કે, એન્જિન કાઉલિંગનું  કવર ટેક ઓફ કરતા સમયે ઉડવા લાગ્યું હતું અને ફ્લાઇટથી અલગ થઈ ગયું હતું.

જેથી એર ટ્રાફિક કંટ્રોલ વિભાગે ઇમર્જન્સી લેન્ડિંગની જાહેરાત કરી હતી. એક પેસેન્જર દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં ફ્લાઈટ દરમિયાન અલગ થઈ ગયેલું એન્જિન કાઉલિંગનું કવર ઉડતું જોવા મળ્યું હતું. પ્લેન ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ફર્યું હતું, અને કોઈને ઇજા થઈ નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાને પગલે આ ફ્લાઇટના મુસાફરોને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા હતા અને જેઓ ચાર કલાક બાદ હ્યુસ્ટન પહોંચ્યા હતા.  એક જ અઠવાડિયાની આ બીજી દુર્ઘટનાની તપાસ કરી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, સાઉથવેસ્ટ એરલાઇન્સ બોઇંગ 737-800 રવિવારે સવારે લગભગ 8:15 વાગ્યે ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યું હતું કારણ કે ટેકઓફ દરમિયાન એન્જિન કાઉલિંગ બંધ પડી ગયું હતું અને પાંખના ફ્લેપ ઊડી ગયા હતા. 

એરલાઈન્સે એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી કે, બોઈંગ 737 ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને હ્યુસ્ટનના વિલિયમ પી. હોબી એરપોર્ટ તરફ જતા મુસાફરોને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા હતા.

સાઉથવેસ્ટ એરલાઈન્સે જણાવ્યું કે, મેઈન્ટેનન્સ ટીમો દ્વારા એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી રહી છે. 135 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સાથેની સાઉથવેસ્ટ એરલાઇન્સે ટેકઓફ દરમિયાન કાઉલિંગ નુકશાનને કારણે થયેલી અસુવિધા માટે માફી માગી છે અને કહ્યું છે કે, અમે વિલંબ માટે દિલગીર છીએ, પરંતુ અમારા ગ્રાહકો અને કર્મચારીઓ માટે અંતિમ સલામતીને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, સાઉથવેસ્ટ એરલાઇન્સ માટે આ અઠવાડિયાની બીજી દુર્ઘટના છે કારણ કે એન્જિનમાં આગ લાગવાના અહેવાલ બાદ ગુરુવારે ટેક્સાસથી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ ઘટનામાં ટેક્સાસના લબબોક ફાયર વિભાગ અનુસાર, બે એન્જિનમાંથી એકમાં આગ લાગી હતી જેને બાદમાં કાબૂમાં લેવાની જરૂર હતી. હાલમાં, ઋઅઅ બંને ઘટનાઓની તપાસ કરી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj