રાજકોટ : બહુમાળી ભવનમાં પ્રાંત અધિકારી ત્રાટકયા: દાખલા માટે વધુ ત્રણ ટેબલ-કોમ્પ્યુટર મૂકાયા

Saurashtra | Rajkot | 17 May, 2024 | 03:44 PM
200 જેટલા ફોર્મની સ્ક્રૂટીની: સમાજ કલ્યાણ અધિકારી સાથે તાબડતોબ બેઠક: વિદ્યાર્થીઓને દાખલા કઢાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે જોવા તાકીદ
સાંજ સમાચાર

રાજકોટ,તા.17
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાના જાહેર કરાયેલા પરીણામ બાદ નોન ક્રિમીનલ દાખલાઓ કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની બહુમાળી ભવન ખાતે લાંબી કતારો લાગી રહી છે.

જેમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને દાખલા કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહ્યાની અને અહીં યોગ્ય વ્યવસ્થાનો અભાવ રહેલો હોવાની ઉઠેલી થોકબંધ ફરીયાદો બાદ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આ બાબતની નોંધ લઈ રૂરલ પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીને તપાસ કરવા અને દાખલા કઢાવવામાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે આદેશ કર્યો હતો.

જે બાદ આજે ઉઘડતી કચેરીએ જ રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ બહુમાળી ભવનમાં ત્રાટકી અને નોન ક્રિમીનલ સહિતના દાખલા કાઢવાની કામગીરીમાં ઝડપ લાવવા સમાજ કલ્યાણ અધિકારીને સુચના આપી હતી.આ ઉપરાંત બહુમાળી ભવનમાં હાલ જે નોન ક્રિમીનલ સહિતના દાખલાઓ માટે જે બારીઓ કાર્યરત છે તેમાં વધુ ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકી વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને દાખલાઓ તાકીદના ધોરણે મળી રહે તે માટે 200 જેટલા ફોર્મની સ્ક્રૂટીની કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ આ તકે સમાજ કલ્યાણ અધિકારી સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપી વિદ્યાર્થીઓને દાખલા કઢાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે જોવા માટે તાકીદ કરી હતી.  અહીં એ

ઉલ્લેખનીય છે કે, ધો.10 અને 12ના પરીણામ બાદ નોન ક્રિમીનલ સહિતના દાખલા કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગી રહી છે. જેમાં પીવાના પાણી સહિતની વ્યવસ્થાનો અભાવ રહેલો હોય મોટો દેકારો બોલી જવા પામેલ છે.

આ અંગેની ફરીયાદો જીલ્લા કલેકટર પ્રભવ જોશી સુધી પહોંચતા તેઓએ બહુમાળી ભવન ખાતે તાબડતોબ પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીને દોડાવી દાખલા માટે વધુ ત્રણ ટેબલ અને કોમ્પ્યુટરની વ્યવસ્થા કરાવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj