લક્ઝરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી વિશ્વની ટોપ 100 કંપનીઓમાં છ ભારતીય કંપનીઓનો સમાવેશ

India, Business | 20 February, 2024 | 05:14 PM
મલબાર ગોલ્ડ અને ડાયમન્ડસ તથા ટાઇટનની સાથે અન્ય ચાર ભારતીય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સ્થાન
સાંજ સમાચાર

દિલ્હી,  તા.20 
લક્ઝરી પ્રોડકટસનું ઉત્પાદન કરતી વિશ્વની ટોચની 100 કંપનીઓમાં છ ભારતીય કંપનીઓ પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ છ કંપનીઓમાં મલબાર ગોલ્ડ અને ડાયમન્ડ્સ અને ટાઇટનની સાથે અન્ય ચાર ભારતીય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો સમાવેશ થાય છે. મલબાર ગોલ્ડ એ અગ્રણી સ્થાનિક કંપની છે, રિલીઝ થયેલી ડેલોઇટની ’ગ્લોબલ લક્ઝરી ગુડસ લિસ્ટ-2023’માં 19મા ક્રમે છે. 

ટાટા ગ્રુપ યુનિટ ટાઇટન કંપની 24મા ક્રમે છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ફ્રેન્ચ લક્ઝરી કંપની LVMH આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. PVH કોર્પ બીજા સ્થાને અને રિચેમોન્ટ ત્રીજા સ્થાને છે. સ્થાનિક લક્ઝરી માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ ડેલોયે અહેવાલમાં જણાવ્યું હતું કે જેમ જેમ ભારતીય અર્થવ્યવસ્થા વધી રહી છે

તેમ ગ્રાહકોની પસંદગીઓ પણ વિકસિત થઈ રહી છે. દેશનું લક્ઝરી માર્કેટ નોંધપાત્ર વૃદ્ધિનું સાક્ષી બની રહ્યું છે, જે સ્થાનિક બ્રાન્ડસની વૈશ્વિક ઓળખમાં ફાળો આપે છે. દેશમાં લક્ઝરી ઉત્પાદનોની માંગ વધુ વધવાની ધારણા છે. વિશ્વના ટોપ-100 લક્ઝરી પ્રોડકટ સેલર્સે 2023માં કુલ 347 બિલિયનનો બિઝનેસ કર્યો હતો. વાર્ષિક ધોરણે આ 13.4 ટકાનો વધારો છે. 347 બિલિયનના કુલ ટર્નઓવરમાં LVMHનો હિસ્સો 31 ટકા છે.

લક્ઝરી પ્રોડકટસ બનાવતી વિશ્ર્વની ટોચની 10 કંપનીઓ 63 ટકા બજાર કબજે કરી છે. સાપ્તાહિક ધોરણે તેમના વેચાણમાં 23 ટકાનો વધારો થયો છે. ટોપ-100 કંપનીઓનો કુલ ચોખ્ખો નફા મા તેમનો હિસ્સો 76.4 ટકા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj