ચૂંટણી બાદ રાજયમાં ઈન્કમટેકસ ત્રાટકયું: અમદાવાદ-વડોદરામાં 27 સ્થળે દરોડા

Gujarat | Ahmedabad | 18 May, 2024 | 10:28 AM
કન્સ્ટ્રકશન અને કોન્ટ્રોકટર ખુરાના ગ્રુપ પર તવાઈ: લાંબા સમયે ફરી આવકવેરાની કાર્યવાહીથી ફફડાટ
સાંજ સમાચાર

રાજકોટ,તા.18

રાજયમાં આજે લાંબા સમય બાદ આવકવેરા વિભાગે દરોડોનો દૌર શરૂ કર્યો છે. વડોદરામાં સરકારી કોન્ટ્રાકટર અને અમદાવાદના કન્સ્ટ્રકશન ગ્રુપ પર દરોડામાં મોટી રકમના બેનંબરી વ્યવહારો બહાર આવે એવી શકયતા છે.

ચુંટણી પુરી થતા આવકવેરા વિભાગે ધીમી ગતિએ કરચોરી પકડવા કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના સરકારી કોન્ટ્રાકટર ગ્રુપના અશોક ખુરાના અને કંપનીના ભાગીદારોને ત્યાં આજે સવારે દરોડા શરૂ કરવામાં આવ્યા છે તો અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશન ગ્રુપને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

માધવ કંપનીના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં ઈન્કમટેકસ વિભાગની તપાસ ચાલુ છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં એક સાથે 27 સ્થળે દરોડાની કાર્યવાહી ચાલુ છે જે તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવે એવી સંભાવના છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj