શહેરમાં રેલ્વે કર્મચારીઓનાં પરિવારોને પાણીની અગવડતા : મનપાએ નળ કનેક્શન કાપી નાખતા મુશ્કેલી

Video | 12 April, 2024 | 06:49 PM
સાંજ સમાચાર

#video શહેરમાં રેલ્વે કર્મચારીઓનાં પરિવારોને પાણીની અગવડતા : મનપાએ નળ કનેક્શન કાપી નાખતા મુશ્કેલી...જુઓ વિડિઓ...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે તંત્ર પાસે રૂપિયા 33 કરોડ જેટલી ટેક્સ રિકવરી કાઢીને છેલ્લા 25 દિવસથી રેલવે સ્ટાફ ક્વાર્ટર્સનું પાણી જોડાણ કાપી નાખતા 700થી વધુ કર્મચારી પરિવારો પીવાના પાણી વિના ટળવળી રહ્યા છે. જોકે રેલવે તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ તેમાં અનેક મર્યાદા ઉપરાંત પીવાનું પાણી નહીં મળતા રેલવે કર્મચારી પરિવારોનો મહિલા વર્ગ પાણી માટે આમથી તેમ ભટકી રહ્યો છે. મહત્વનું છે કે, 2009ની સાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે તંત્ર વચ્ચેનો એક વિવાદ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે મહાનગરપાલિકાએ ટેક્સની વસુલાત મેળવવા કોઈપણ જાતના કડક પગલાં નહીં લેવા જેમકે, પાણી સહિતની સપ્લાય કે સેવાઓ બંધ નહીં કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં મહાનગરપાલિકાના સતાધીશો સુપ્રીમ કોર્ટના આદેશની ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj