કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કીમનો ક્રેઝ

ઇન્ડિયા ફર્સ્ટ: ઉનાળુ વેકેશનમાં વિદેશ કરતા દેશમાં પ્રવાસનો ટ્રેન્ડ વધ્યો

India, Business, Travel | 28 February, 2024 | 05:52 PM
આ વર્ષે પ્રવાસના બુકિંગમાં સૌથી વધુ 25 ટકા ઉછાળો
સાંજ સમાચાર

► પેકેજનાં ભાવમાં નહિવત બદલાવ: ચારધામની યાત્રાના બુકીંગમાં ધસારો: લાંબા વેકેશનની મોજ માણવા લાંબા પ્રવાસના આયોજનો

રાજકોટ, તા.28
વેકેશન પડે અને બાળકોના હલ્લાબોલ શરૂ થઇ જાય. બાળકોથી લઇ તેમના માતા-પિતા પણ વેકેશનની આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે વેકેશન દરમ્યાન જ હરવા-ફરવાના આયોજનો કરી શકે છે. દર વર્ષે હજારો લોકો વેકેશન પડતા જ ફરવા નીકળી જાય છે. આ વર્ષે પણ હરવા-ફરવાના સ્થળોનું બહોળા પ્રમાણમાં બુકીંગ થઇ રહ્યું છે.

દર વર્ષે લોકો ફરવા જવાના આયોજનો કરતા હોય છે. લોકો પોતાના બજેટ મુજબ ફરવા જવાનું પસંદ કરે છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ડોમેસ્ટીક સ્થળોના બુકીંગ વધુ થયા છે. આ ઉપરાંત અન્ય વર્ષની સરખામણીએ 25 ટકા વધુ બુકીંગ નોંધાયા છે. હાલ સમર વેકેશને એક મહિનાનો સમય બાકી છે. પરંતુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને અઢળક  ઇન્કવાયરીઓ આવી રહી છે.

પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા શૈલેષભાઇએ જણાવ્યું કે હાલ ઇન્કવાયરીઓ ઘણી આવી રહી છે અને બુકીંગ પણ શરુ થઇ ચૂક્યા છે. ઉનાળુ વેકેશન હોવાથી લોકો ઠંડકવાળા સ્થળે જવાનું વધુ પસંદ કરી રહયા છે. જેથી તેઓને ઉનાળામાં ગરમીથી થોડોક છુટકારો મળે અને વેકેશન માળી શકે હાલ ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટીક ટુરના બુકીંગો વધુ થયા છે. લોકોનું હોટ ફેવરીટ કાશ્મીર, સિક્કીમ, હિમાચલ પ્રદેશ છે.

આ વર્ષે ટુર પેકેજમાં નહીવત ભાવવધારો થયો છે. ગત વર્ષ કરતાં  અંદાજીત દસ ટકા વધારો થયો છે. પરંતુ તેની અસર બુકીંગ પર પડી નથી. ઉપરાંત આ વર્ષે વધુ બુકીંગો થવાની શક્યતા છે. સ્કૂલ-કોલેજોમાં વેકેશન પડતા બાળકો બહાર ફરવાની જીદ કરે છે.

આગામી સમયમાં બોર્ડની પરિક્ષા પણ વિરામ લેશે આથી ટેન્શનમાંથી છૂટકારો મેળવી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ આ વેકેશનને ભરપુર માળશે.  આ વર્ષે નવા ટ્રેન્ડની લહેર છવાઇ છે. લોકો વિદેશ કરતા દેશના સ્થળોની મુલાકાત લેવાનું વધુ પસંદ કરે છે તેમાં પણ ઉનાળુ વેકેશન હોવાથી ગોવા, શીમલા, મનાલી, કાશ્મીર, સિક્કીમ એવા ઠંડા પ્રદેશોની મુલાકાત લેવા માટે બુકીંગ કરાવી રહયા છે. સાથે કેરેલા અને સાઉથની સાઇડના સ્થળોનો ક્રેઝ યથાવત છે.  ગ્રુપ ટ્રીપનું પ્લાનીંગ કરતાં લોકો કેરેલા તરફ વળ્યા છે.  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓનું કહેવું છે કે યુરોપના પેકેઝમાં 30 ટકાનો વધારો થયો છે અને અન્ય પેકેજમાં 10 ટકાનો વધારો થયો છે, જેમાં ફ્લાઇટના ભાડા વધારા હોવાનું કારણ છે. 

► ધાર્મિક સ્થળોનો ક્રેઝ વધ્યો: ચારધામના બુકીંગમાં 25 ટકાનો ઉછાળો
તાજેતરમાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારબાદથી અયોધ્યા જવા માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અયોધ્યા ઉપરાંત પણ ચારધામ યાત્રા અને અન્ય ધાર્મિક સ્થળોએ પ્રવાસ કરવાનો ક્રેઝ વધ્યો છે.  હાલ પરિવારના ટુર પેકેજમાં ચારધામની યાત્રા પ્રથમ સ્થાને છે, જેમાં 11 રાત્રી અને 12 દિવસનો પ્રવાસ હોય છે અને ટ્રેન દ્વારા પ્રવાસનું બુકીંગ કરાય છે. આ વર્ષે ધાર્મિક પ્રવાસન સ્થળોના બુકીંગમાં 25 ટકા વધારો થયો છે. જેમાં હરિદ્વાર જવાનું ટુર બુકીંગ રૂા.31 હજારથી શરુ થાય છે. સાઉથમાં રામેશ્ર્વર અને તિરૂપતિનું પેકેજ 35 હજારથી શરુ થાય છે. લોકો ધાર્મિકતા તરફ વધતા ધાર્મિક સ્થળોએ લોકોનો ધસારો જોવા મળે છે. ત્યારે આ વેકેશન દરમ્યાન પણ ધાર્મિક સ્થળોએ ભક્તોનો ધસારો જોવા મળશે.

પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા શૈલેષભાઇએ જણાવ્યું કે, હાલ ઇન્કવાયરીઓ ઘણી રહી છે અને બુકીંગ પણ શરુ થઇ ચૂક્યા છે. લોકો ઉનાળુ વેકેશન હોવાથી ઠંડકવાળા સ્થળે જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેથી તેઓને ઉનાળામાં ગરમીથી થોડા દિવસ છુટકારો મળે છે અને વેકેશન માણી શકે, હાલ ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટીક ટુરનું બુકીંગ વધુ થયું છે.

જેમાં લોકોનું હોટફેવરીટ કાશ્મીર, સિક્કીમ, હિમાચલ પ્રદેશ છે. આ વર્ષે ટુર પેકેજમાં નહીંવત ભાવ વધારો છે. ગત વર્ષ કરતાં અંદાજે 10 ટકા વધારો થયો છે પરંતુ તેની અસર બુકીંગ પર પડી નથી. ઉપરાંત આ વર્ષે બુકીંગ વધુ થવાની શક્યતા છે. સ્કૂલ કોલેજમાં વેકેશન પડતા બાળકો બહાર ફરવા જવાની જીદ કરે છે ત્યારે બોર્ડની પરીક્ષા પણ વિરામ લે છે આથી ટેન્શન સાથે બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ આ વેકેશનને ભરપુર માણશે.

► યુરોપમાં હોટલ ભાડુ વધતા પેકેજમાં 30 ટકાનો વધારો
ઉનાળુ વેકેશન લાંબુ હોવાથી લાંબા સમયનું વેકેશન પ્લાન કરે છે. આથી વિદેશ જવા ઇચ્છતા લોકો સીંગાપુર, મલેશીયા, વિયેતનામ, યુરોપ જેવા દેશોનો પ્રવાસ વધુ પસંદ કરે છે. આ વર્ષે ટુર પેકેજમાં નહીંવત ભાવવધારો થયો છે. પરંતુ યુરોપ જેવા દેશોના ટુર પેકેજમાં 30 ટકાનો વધારો ઉછાળો થયો છે. આ વર્ષે યુરોપ ટુર પેકેજ 3 થી 4 લાખનું થયું છે. યુરોપ દેશોના હોટલોના ભાડા વધતા ટુર પેકેજમાં વધારો થયો છે. ત્યારે ટુર પેકેજ વધતા લોકો અન્ય માર્ગ અપનાવી રહ્યા છે. હોટલ બુકીંગને બદલે કોટેજ અને રૂમ રેટ પર લઇ જવાનું પસંદ કરી રહ્યા છે.

► નોર્થ અને ઇસ્ટના પ્રવાસને પ્રથમ પસંદગી
આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે ત્યારબાદ પ્રાઇમરી અને માધ્યમિકના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરુ થશે. માર્ચ એન્ડીંગ અને એપ્રિલના પહેલા પખવાડીયા સુધી આ પરિક્ષાઓ ચાલશે ત્યારબાદ નવા સત્રનું મોટુ વેકેશન પડે છે. બાળકો આખા વર્ષના અભ્યાસમાંથી મુક્તિ મેળવે છે અને વેકેશનની મોજ માણે છે.

ઉનાળુ વેકેશન મોટુ હોવાથી માતા-પિતા ખાસ આ વેકેશનમાં બહાર ફરવા જવાનું આયોજન કરે છે. સાથે ઉનાળાની સિઝન હોવાથી નોર્થ ઇસ્ટની પસંદગી કરે છે. ઠંડકવાળા વિસ્તારોનાં પ્લાનીંગ કરે છે જેમાં સિક્કીમ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર જેવા પ્રદેશ માટે  સૌથી વધુ બુકીંગ થયા છે. કપલ સિમલા મનાલી જેવા સ્થળોએ જવાનું પસંદ કરે છે.

► કોરોના બાદ 3 વર્ષમાં 40 ટકા પેકેજ રેટ વધ્યા
કોરોનાકાળ દરમ્યાન મોટાભાગનું વેપાર-ધંધા ભાંગી પડ્યા હતા, કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આથી લોકો બે વર્ષ સુધી ઘરે જ રહ્યા હતા. તહેવાર હોય કે વેકેશન પણ દરેકે ઘરમાં જ સમય વિતાવો પડ્યો હતો. વેપાર-ધંધા મૃતપાયે પહોંચ્યા હતા. ત્યારે કોરોના બાદ પણ એક વર્ષ સુધી લોકો બહાર જતા ડરી રહ્યા હતા.

ઉપરાંત અનેકો ગાઇડલાઇનના કારણે બહાર જવું મુશ્કેલ બન્યું હતું અને હાલ પરિસ્થિતિ વિપરીત લોકો વેકેશન આવવા, તહેવાર શરૂ થવાની સાથે જ હરવા-ફરવા નીકળી પડે છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓનું કહેવું છે કે કોરોનામાં વેપાર-ધંધા પડી ભાંગ્યા હતા સાથે છેલ્લા 3 વર્ષમાં ટ્રાવેલ પેકેજમાં 40 ટકાનો વધારો થયો છે. હોટલ, ફ્લાઇટ તેમજ અન્ય ધંધાર્થીઓએ વેપાર ધંધા ફરીથી ઉંચા લાવવા રેન્ટમાં વધારો કરાયો છે. આથી ટૂર પેકેજમાં પણ વધારો થયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj