► "સાંજ સમાચાર” પરિવારના અંકિત દલાલ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં હાજર, ગુકેશ સાથે કરી ખાસ વાતચીત : ડી.ગુકેશને તેના મેન્ટલ કોચ પેડી વિશે પૂછ્યું, ગુકેશે તેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની વાત કહી
► જાણીતા સ્પોર્ટ્સ સાઈકોલોજિસ્ટ પેડી અપટન ભારતીય ક્રિકેટ ટીમના મેન્ટલ કોચ હતા જ્યારે ટીમે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો, ભારતીય પુરુષ હોકી ટીમ સાથે હતા જ્યારે હાલમાં પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને હવે ચેસમાં છેલ્લા છ મહિનાથી ગુકેશ સાથે કામ કરી રહ્યા છે - પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું, ચાલુ ગેમ વખતે માનસિક સંતુલન અને ફોકસ કેવી રીતે જાળવી રાખવું ? સ્ટ્રેટેજીસ કેવી રીતે બનાવવી સહિતની ટ્રેનિંગ પેડીએ આપી હતી.
► "સાંજ સમાચાર” પરિવારના અંકિત દલાલે ડી. ગુકેશને મહત્વનો સવાલ પૂછયો, જેનો ઉત્તર આપતા ગુકેશે કહ્યું કે "હવે અનેક યુવા ચેસ ખેલાડીઓ પણ આ રીતે ટ્રેનિંગ લે તેવી સલાહ આપું છું” અંકિત દલાલ ખુદ એક ચેસ પ્લેયર રહી ચૂક્યા છે, હાલ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના કમિટી સભ્ય છે અને ગુજરાત રાજ્ય ચેસ ફેડરેશનના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી છે
સિંગાપોર,તા.13
ભારતના ગુકેશે ચેસની દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. 18 વર્ષનો ગુકેશ ચેસનો નવો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. સિંગાપોર ખાતે યોજાયેલ ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગત ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનને હરાવીને 18મો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે. ભારતીય ગ્રાન્ડમાસ્ટરે ચીનના ડિંગ લિરેનને 14મી બાજીમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
ડોમ્મારાજુ ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તે ચેસની દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. ડી ગુકેશે આ જીત સાથે જ વિશ્વનાથન આનંદની એલિટ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તે વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો માત્ર બીજો ખેલાડી છે. વિશ્વનાથન આનંદ આ સિદ્ધિ મેળવનાર પહેલા ભારતીય ખેલાડી છે.
ગુકેશે કહ્યું મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ
મેચ બાદ ગુકેશે કહ્યું, ’લીરેનની ભૂલ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી. જ્યારે તેણે ભૂલ કરી, ત્યારે હું સમજી શક્યો નહીં, હું મારી સામાન્ય ચાલ કરવા જઈ રહ્યો હતો. પછી મેં જોયું કે તેનો હાથી મારા હાથી પર નિશાન સાધી રહ્યો હતો. મેં તેને માર્યો અને તેના ઊંટને મારા ઊંટ વડે મારી નાખ્યો. મારી પાસે વધુ એક પ્યાદુ બાકી હતું, અંતે તે બચી ગયું અને લિરેને રાજીનામું આપ્યું.
તમે સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું - રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, ગુકેશ, તેં સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે! માત્ર 18 વર્ષની ઉંમરે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવું એ અભૂતપૂર્વ સિદ્ધિ છે.’ કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘તમારો જુસ્સો અને મહેનત અમને યાદ અપાવે છે કે દૃઢ નિશ્ર્ચયથી કંઈપણ શક્ય છે. અભિનંદન, ચેમ્પિયન!’
ગુરુ વિશ્વનાથન આનંદે ગુકેશને અભિનંદન પાઠવ્યા
દિગ્ગજ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ગુકેશ ડીને વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. આનંદે ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘આ ચેસ માટે ગર્વની ક્ષણ છે, ભારત માટે ગર્વની ક્ષણ છે, ઠઅઈઅ માટે ગર્વની ક્ષણ છે અને મારા માટે આ ખૂબ જ અંગત ગર્વની ક્ષણ છે.’
ગુકેશ 11મી ગેમ જીત્યો, લિરેન 12મી ગેમમાં પાછો ફર્યો
રવિવાર સુધી ગુકેશ 11 ગેમ બાદ 6-5થી આગળ હતો. 11માંથી 8 રમતો ડ્રો રહી હતી, જ્યારે ગુકેશ 2 અને લિરેન 1 જીતી હતી. લિરેન ત્યારપછી વાપસી કરીને 12મી ગેમ જીતીને સ્કોર ફરીથી બરાબરી કરી લીધો હતો.
બુધવારે ગુકેશને 13મી ગેમમાં 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી. ત્યારબાદ સ્કોર 6.5-6.5 પર બરાબર રહ્યો હતો. ગુકેશે 3જી, 11મી અને 14મી ગેમ જીતી હતી. જ્યારે લીરેન પ્રથમ અને 12મી ગેમ જીતી હતી. બાકીની રમતો ડ્રો રહી હતી.
ગુકેશને 11.45 કરોડ રૂપિયા મળ્યા
ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ના 138 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું જ્યારે એશિયાના બે ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનના ખિતાબ માટે એકબીજાની સામે હતા. ક્લાસિકલ રમતમાં એક જીત માટે ખેલાડીને 1.69 કરોડ રૂપિયા મળ્યા. એટલે કે, 3 ગેમ જીતવા પર, ગુકેશને 5.07 કરોડ રૂપિયા અને 2 ગેમ જીતવા પર, લિરેનને સીધા 3.38 કરોડ રૂપિયા મળ્યા.
બાકીની ઈનામી રકમ બંને ખેલાડીઓ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી હતી, એટલે કે ગુકેશને 11.45 કરોડ રૂપિયા અને લિરેનને 9.75 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy