બાકુ ,તા.12
અઝરબૈજાન, જેનાં ભારત સાથેનાં રાજકીય સંબંધો સારાં છે, તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યને ભારત મોકલી આપે તેવી શક્યતા છે. ઈન્ટરપોલની ચેતવણીનાં આધારે, બાકુએ તાજેતરમાં ભારતમાં વોન્ટેડ ગેંગસ્ટરની ધરપકડ કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય મયંક સિંઘ, ઝારખંડ પોલીસ દ્વારા વોન્ટેડ છે. તેનાં પ્રત્યાર્પણ માટેની વાતચીત ચાલું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ પ્રક્રિયા બાદ સિંઘને ભારત મોકલી શકાય છે.
તાજેતરમાં, અન્ય એક ભારતીય ગેંગસ્ટર સંજીવ કુમાર ઉર્ફે હર્ષની અઝરબૈજાનમાં અટકાયત કરવામાં આવી હતી અને તેને ભારત મોકલવામાં આવ્યો હતો. બાકુથી પરત ફર્યા બાદ પોલીસે તેની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરી હતી. તેણે ફેબ્રુઆરીમાં દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં એક બ્યુટી પાર્લરમાં બે લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. બાદમાં તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કુમાર, પ્રદીપ કુમારના નામનાં નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને, જૂનમાં શારજાહ ગયો અને પછી ઓગસ્ટમાં અઝરબૈજાન ભાગી ગયો હતો
2023માં 1.435 બિલિયન ડોલરનાં દ્વિપક્ષીય વેપાર સાથે ભારત અઝરબૈજાન માટે સાતમું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. 2023માં, ભારત અઝરબૈજાનના ક્રૂડ ઓઈલ માટે ત્રીજું સૌથી મોટું સ્થળ હતું. 2023 માં અઝરબૈજાનમાં 115000 થી વધુ ભારતીય પ્રવાસીઓ આવ્યાં, જે આ વર્ષે અત્યાર સુધીમાં 200000 ને વટાવી ચૂક્યાં છે. બાકુની નજીકમાં આવેલું ’આતેશગાહ’ અગ્નિ મંદિર ભારત અને અઝરબૈજાન વચ્ચે વર્ષો જૂના સાંસ્કૃતિક આદાનપ્રદાનનું ઉત્તમ ઉદાહરણ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy