નવીદિલ્હી,તા.16
ભારતમાં ક્રૂડ ઓઇલની માંગ સતત વધી રહી છે. પેટ્રોલિયમ નિકાસકર્તા દેશોના સંગઠન ઓપેકના એક નવા રિપોર્ટના અનુસાર 2025 અને 2026માં દુનિયામાં ભારતમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલની માંગ વધશે. આ ચીનની માંગથી બે ગણાથી પણ વધુ છે. ભારતમાં દુનિયામાં તેજીથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે.
અહીં દિન પ્રતિદિન ઉર્જા માંગની પણ વધી રહી છે. જેના પરિણામે ભારતમાં ક્રૂડની માંગ 2024માં દૈનિક બેરલદીઠ (બીપીડી) 5.55 મિલીયન હતી તે 2025માં 5.74 મિલીયન એટલે કે 3.39 ટકાનો વધારો થશે.અહેવાલ મુજબ, આ વૃદ્ધિ 2026માં ચાલુ રહેવાની ધારણા છે, જે 5.99 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચશે, જે એક વર્ષમાં 4.28 ટકાનો વધારો દર્શાવે છે. તેનાથી વિપરીત, ચીનમાંથી ઓઇલની માંગ 2025માં માત્ર 1.5 ટકા અને 2026માં 1.25 ટકા વધવાનો અંદાજ છે. આ દર્શાવે છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ તેલનો વપરાશ કરી રહ્યું છે.
આમ છતાં, સૌથી વધુ ઓઇલની આયાત કરતા દેશોમાં અમેરિકા ટોચ પર છે. 2025માં તેની અંદાજિત માંગ 20.5 મિલિયન બેરલ પ્રતિદિન રહેશે, ત્યારબાદ ચીન 16.90 મિલિયન બેરલ પ્રતિદિન અને 2025માં 17.12 મિલિયન બેરલ પ્રતિદિન રહેશે.
ઓઇલના ઝડપથી વધતા વપરાશને ધ્યાનમાં લેતા, ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને છે. 2025 અને 2026માં અમેરિકામાંથી તેલની માંગમાં અનુક્રમે 0.09 અને 0.6 ટકાનો નજીવો વધારો થવાની ધારણા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy