સતત ત્રીજો ટેસ્ટ જીતીને ભારતનો સીરીઝ પર કબ્જો: 3-1થી અજેય સરસાઇ

IND Vs ENG : ચોથા ટેસ્ટમાં ભારતનો પાંચ વિકેટે વિજય: ઘરઆંગણે સળંગ 17મી શ્રેણી જીત

India, World, Sports | 26 February, 2024 | 03:49 PM
♦ 192 રનનો ટાર્ગેટ ભારતે પાંચ વિકેટ ગુમાવીને પાર કરી લીધો: પાટીદાર-જાડેજા-સરફરાઝ ફ્લોપ નિવડયા: ગીલ-જુરેલની શાનદાર રમત: બન્ને ઇનિંગમાં લડાયક દેખાવ કરનાર ધ્રુવ જુરેલ પ્લેયર ઓફ ધ મેચ
સાંજ સમાચાર

♦ મેકલમના કોચ પદ હેઠળ ઇંગ્લેન્ડની પ્રથમ સીરીઝ હાર: સતત ત્રીજા મેચમાં ભારતે ઇંગ્લેન્ડની ‘બેઝબોલ’ રમતની હવા કાઢી નાખી: ટેસ્ટ ચેમ્પીયનશીપ 
પોઇન્ટ ટેબલમાં સ્થાન વધુ મજબૂત કર્યું

રાંચી, તા.26
ઇંગ્લેન્ડ સામેના ચોથા ટેસ્ટ મેચમાં ભારતે પાંચ વિકેટે શાનદાર વિજય મેળવીને શ્રેણી પર કબ્જો કરી લીધો છે. ટેસ્ટ મેચ આજે ચોથા દિવસે જ પૂર્ણ થઇ ગયો હતો. ભારતે ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ સીરીઝ જીતવાનો નવો રેકોર્ડ સર્જયો છે.

રાંચી ટેસ્ટના ચોથા દિવસે 192 રનના વિજય લક્ષ્યાંક સામે વિના વિકેટે 40 રનના જુમલેથી દાવ આગળ ધપાવનારા ભારતીય ઓપનર રોહિત શર્મા તથા યશસ્વી જયસ્વાલે ઇંગ્લીશ બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો અને જુમલો 84 રન પહોંચાડ્યો હતો. જ્યારે આ જોડી તોડવામાં ઇંગ્લેન્ડને સફળતા મળી હતી.

રૂટના દડામાં જયસ્વાલ 37 રને એન્ડરસનના હાથમાં ઝીલાયો હતો. સામા છેડે રોહિત શર્માએ અર્ધી સદી પૂર્ણ કરી લીધી હતી અને વ્યકિતગત 55 રનના જુમલે હાઇલીના દડામાં વિકેટ પાછળ ઝીલાયો હતો. એક છગ્ગા તથા પાંચ ચોગ્ગા સાથે તેણે 55 રન કર્યા હતા.

ચોથા ક્રમે બેટીંગમાં ઉતરેલો રજત પાટીદાર વધુ એક વખત ફ્લોપ ગયો હતો અને ખાતુ ખોલાવ્યા વિના જ બશીરના દડામાં પોપને કેચ ધરી બેઠા હતો. રવિન્દ્ર જાડેજા પણ 4 રને બશીરનો શિકાર બન્યો હતો. સરફરાઝખાન ખાતુ ખોલાવ્યા વિના બશીરના દડામાં પ્રથમ જ બોલે ઉડ્યો હતો. બશીરે બે દડામાં બે વિકેટ ખેડવતા ભારતની  120 રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠુ હતું.

આ તકે એક છેડો સાચવીને ઉભેલા શુભમન ગીલ સાથે ધ્રુવ જુરેલ જોડાયો હતો અને બન્નેએ શાનદાર રમત સાથે ભારતને વિજય લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધું હતું. ભારતનો જુમલો 192 થતાં પાંચ વિકેટે જીત થઇ હતી. ગીલ 92 તથા ધ્રુવ જુરેલ 39 રને અણનમ રહ્યા હતા. ચોથો ટેસ્ટ જીતવા સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઇ મેળવીને સીરીઝ પર કબજો લીધો હતો.

ભારત વતી પ્રથમ દાવમાં લડાયક 90 તથા બીજા દાવમાં અણનમ 39 રન બનાવનારા ધ્રુવ જુરેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે ઇંગ્લેન્ડ સામે સીરીઝનો સળંગ ત્રીજો ટેસ્ટ મેચ જીત્યો છે. પ્રથમ ટેસ્ટમેચમાં હાર મળ્યા બાદ વિશાખાપટનમ, રાજકોટ તથા રાંચી ટેસ્ટ ભારતે જીતી લીધા છે.

ઇંગ્લેન્ડ સામેની સીરીઝ પર કબ્જો કરવા સાથે ભારતે ઘરઆંગણે સળંગ 17મી ટેસ્ટ સીરીઝમાં વિજય હાંસલ કરી લીધો છે અને નવી સિદ્ધિ રેકોર્ડ બનાવ્યો છે. પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ ટેસ્ટ જીતી લીધા હોવાથી સીરીઝ પર કબ્જો મેળવી લીધાનું સ્પષ્ટ છે. આનાથી વિપરીત ઇંગ્લેન્ડના કોચ તરીકે મેકલમે પદ સંભાળ્યા બાદ ઇંગ્લીશ ટીમની પ્રથમ ટેસ્ટશ્રેણી હાર થઇ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj