ભારતીય બોર્ડ હવે નેપાળ ક્રિકેટને મદદ કરશે: વર્લ્ડકપ તૈયારી માટે ગુજરાતમાં શ્રેણી રમશે

India, World, Gujarat, Sports | 21 February, 2024 | 10:08 AM
ગુજરાત તથા બરોડાની ટીમો સામે નેપાળની ટીમ ટી20 મેચ રમશે
સાંજ સમાચાર

અમદાવાદ: અફઘાનીસ્તાનના ક્રિકેટને વેગ આપવામાં મહત્વનું યોગદાન આપ્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે હવે નેપાળના ક્રિકેટના વિકાસ માટે યોગદાન આપવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈ છેલ્લા એક દાયકાથી અફઘાનીસ્તાનના ક્રિકેટને મદદ કરી રહ્યું છે. હવે તેઓ નેપાળ ક્રિકેટ એસોસીએશનની સહાયતા કરશે. જેના ભાગરૂપે 31મી માર્ચથી નેપાળની ટીમ ભારતના પ્રવાસે આવશે અને ગુજરાત તથા બરોડાની ટીમ સાથે એક ત્રિકોણીય ટી20 સીરીઝ રમશે. તેની ફાઈનલ સાતમી એપ્રિલે રમાશે.

તાજેતરમાં જ નેપાળ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ ચતુર બહાદુરે નવી દિલ્હી ખાતે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બીસીસીઆઈ સમક્ષ નેપાળના પ્રતીભાશાળી ક્રિકેટર્સને માળખાકીય સવલતો તથા ટ્રેનિંગ અંગે સહાયતા માટે માંગણી કરી હતી. આ વિનંતી બાદ બીસીસીઆઈએ મંજુરી આપીને નેપાળ અને ગુજરાત-બરોડા વચ્ચેની એક ટી20 ત્રિકોણીય સીરીઝની જાહેરાત કરી હતી.

31મી માર્ચે આ સીરીઝનો પ્રારંભ થશે અને સાતમી એપ્રિલે તેની ફાઈનલ મેચ રમાશે. તમામ ટીમ એકબીજી ટીમ સામે બે બે મેચ રમશે. નેપાળની ટીમ તેની બે મેચ વાપી ખાતે રમશે. આ સીરીઝથી નેપાળની ટીમને જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટઈન્ડીઝ ખાતે યોજાનારા ટી20 વર્લ્ડકપની તૈયારી કરવાની તક મળી રહેશે.

નેપાળ ક્રિકેટ એસોસીએશને જય શાહ સાથેની મુલાકાતમાં બીસીસીઆઈ પાસે વિવિધ પાસામાં મદદની માંગણી કરી હતી. જેમાં ટી20 વર્લ્ડકપ અગાઉ નેપાળની નેશનલ ટીમને પ્રેકટીસ માટે તક આપવામાં આવે કેમકે નેપાળની રાજધાની કાઠમંડુમાં હવામાન ક્રિકેટના પક્ષમાં રહેતું નથી. બીજું નેપાળના ખેલાડીઓને યોગ્ય મેડીકલ સવલત મળતી નથી.

જેથી તેમને બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં આ સુવિધા મળી રહે અને નેપાળની અંડર-19 અને ‘એ’ ટીમને ભારતના અલગ અલગ રાજયની ટીમ સાથે રમવાની તક આપવામાં આવે જેથી ખેલાડીઓની રમતના વિકાસમાં મદદ મળી રહે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj