એક પછી એક એજન્સીઓના ભારતીય અર્થતંત્ર પર જોરદાર રીપોર્ટ

ભારતીય અર્થતંત્ર ટનાટન; 7 ટકાની નજીકના દરે વિકાસ પામશે: હવે ‘યુનો’એ લક્ષ્યાંક વધાર્યો

India, World | 17 May, 2024 | 02:40 PM
સાંજ સમાચાર

ન્યુયોર્ક (અમેરિકા), તા.17
સંયુક્ત રાષ્ટ્રે તેના રિપોર્ટમાં ભારતમાં શ્રમ બજાર સૂચક બહેતર થયું હોવાનું અને અર્થ વ્યવસ્થા લગભગ 7 ટકાના દરે વધવાનું અનુમાન વ્યકત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર ભારતીય અર્થ વ્યવસ્થાના વિકાસ દરના પૂર્વાનુમાનમાં સંશોધન કરીને જણાવ્યું છે કે, ભારતીય અર્થ વ્યવસ્થા વર્ષ 2024માં લગભગ 7 ટકાના દરે વધશે. સંયુક્ત રાષ્ટ્રે વધુમાં જણાવ્યું હતું કે મજબૂત સાર્વજનિક રોકાણ અને લચીલા અંગત ઉપભોગને લઇને ભારતીય અર્થ વ્યવસ્થામાં તેજી જળવાઇ રહેશે.

સંયુક્ત રાષ્ટ્રના પૂર્વાનુમાન અનુસાર ભારતીય અર્થ વ્યવસ્થા માટે પૂર્વાનુમાન છે કે તે વર્ષ 2024માં 6.9 ટકાના વિકાસ દરથી વધશે અને 2025માં આ વિકાસ દર 6.6 ટકા રહેશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મજબૂત ઘરેલું માંગ અને મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટરમાં પણ મજબૂત વિકાસનો ભારતને ફાયદો મળ્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ભારતમાં ગ્રાહક મૂલ્ય મોંઘવારીમાં ઘટાડો થયો છે. 2023માં જ્યાં તે 5.6 ટકા હતો તે 2024માં ઘટીને 4.5 ટકા થઇ ગયો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj