► વાહનો ચલાવવાનું મોંઘુ: ઈંધણના ભાવમાં પારદર્શકતા નહી- વાહનવેરા- રોડ ટેક્સ પછી ટોલ ટેક્સ: ડબલ ટેક્ષેસન
► બેન્કીંગ સેવા સરળ બની પણ ડગલે ને પગલે બેન્કો ઉઘરાણા કરે છે: 1 વર્ષમાં જ બેન્કીંગ ચાર્જમાં રૂા.3.5 હજાર કરોડ વસુલાયા
► દૂધ સતત મોંઘુ- ખાદ્ય ચીજો જીએસટી દરોથી મોંઘા: જથ્થાબંધ-છુટક ફુગાવા વચ્ચે બજારનો તાલમેલ નથી
નવી દિલ્હી: દેશમાં ફુગાવાના દરમાં સતત ઘટાડાથી મોંઘવારી ઘટી રહી હોવાનો એક માહોલ ઉભો કરવામાં આવે છે અને સરકાર પર ભાવ સપાટી પર કાબુ હોવાનો જશ લે છે પણ જનતા-સામાન્યથી મધ્યમવર્ગ પર જે એક છુપો બોજ પડે છે તેની ભાગ્યે જ કોઈ ચિંતા સરકાર કરે છે. અને તેનાથી લોકો મોંઘવારીનો છુપો માર સહન કરે છે.
સરકાર ખાદ્યચીજોના જથ્થાબંધ ભાવાંકને વધુ મહત્વ આપે છે. રીટેલ ફુગાવાની ગણતરીનો બોઝ પણ જૂનો છે પણ બજારમાં તેના વચ્ચેનું અંતર સતત વધુ હોય છે તે લોકો બજારમાં ખરીદી સમયે થતા અનુભવો સૌ પ્રથમ નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યુ છે અને તેથી વાલીઓને એ ખ્યાલ હશે કે સ્કુલની ફીથી યુનિફોર્મ પાઠયપુસ્તક- બાળકોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સ્ટેશનરી ઉપરાંત તેના લંચ બોકસનો ખર્ચ 15થી20% વધી ગયો છે.
દર વર્ષે શૈક્ષણિક ખર્ચમાં 20%નો સરેરાશ વધારો થતો રહે છે અને છેલ્લા એક દોઢ દશકાની આ વાત છે. 2014-15માં જે શાળા ફી રૂા.4-5 હજાર હતી તે હવે વધીને રૂા.15000ની થઈ છે. અને તે ઉપરાંતના શૈક્ષણિક ખર્ચ વધારો જેની કદી ફુગાવામાં ગણતરી થતી નથી.
દેશના લોકોને દૂધ તો દર વર્ષે સતત મોંઘુ ખરીદવાની ફરજ પડે છે અને તેની ગુણવતા અંગે ભાગ્યે જ કોઈ ગેરન્ટી છે અને હવે ચેકીંગમાં વળતા દૂધ, દહી, લોટ વિ. પર જીએસટી વસુલવામાં આવી રહ્યા છે અને તેની રોજબરોજની ખાદ્ય ચીજો પર જીએસટી એ બજેટમાં વધારો કરે છે. હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં તો કોઈ નિયંત્રણ નથી.
દેશમાં મોંઘા પેટ્રોલ-ડિઝલ-ગેસ વિ. લાંબા સમયથી ભાવમાં કોઈ પારદર્શકતા વચ્ચે વેચાય છે. સરકારે રાંધણગેસ સબસીડી પણ બંધ કરી છે. ઉજવલા યોજના નામે અપાતા સિલિન્ડર પણ મર્યાદીત છે અને તે મર્યાદીત લોકોને મળે છે.
વધતુ સંચાલન ખર્ચ 15-20% વધી ગયા છે. ઉપરાંત હવે ટોલ ટેક્ષ એ સૌથી મોટી કમાણી બની છે. સરકાર ટેક્ષના નાણા વિકાસના નામે ઉઘરાવે છે પણ ટોલટેક્ષ મારફત તે વસુલી લે છે. આમ એકજ પ્રકારની સેવા માટે ડબલ- ત્રણ ગણો ટેક્ષ ચુકવ્યો હતો.
સરકારે બેન્કીંગ સેવા છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે અનેક આયોજનો કર્યા. જનધન યોજના, ડીઝીટલ બેન્કીંગ અને ભીમ એપ સહિતની સુવિધાથી લોકોને બેન્કોની સેવા આંગળીના ટેરવે મળી રહે છે. પણ તેમ છતા બેન્કીંગના છુપા ચાર્જ એ બેન્કોના તગડા નફામાં ઉમેરો કરો.
આવશ્યક ડુપ્લીકેટ જોઈતી હોય તો પણ રૂા.100, મીનીમમ બેલેન્સ ચાર્જ, એટીએમ, ડેબીટ કાર્ડ ચાર્જ તમો જે બેન્કીંગ સેવાનો ઉપયોગ કરો તેનો ચાર્જ વસુલવામાં જેનો ફુગાવાની ગણતરીમાં કદી જીવનમાં લેવાતી નથી.
છેલ્લા 1 વર્ષમાંજ બેન્કોએ અલગ અલગ ચાર્જના તાપ રૂા.3.5 હજાર કરોડ વસુલ્યા. સરકારનો દાવો છે કે પ્રતિ વ્યક્તિ આવક વધી છે અને તે વાસ્તવિકતા પણ છે. 2014માં પ્રતિ વ્યક્તિ આવક રૂા.86647 હતી જે વધીને 1.80 લાખ થઈ છે પણ તેમાં સરકારના નવા સીધા- આડકતરા- વેરા- વધેલા જીવન ખર્ચ- મળેલી આવશ્યકતા અને તેમાં તમામ ફેકટરથી લોકોનો બોજો પણ વધ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy