અમેરિકામાં મોંઘવારી વધી: શેરબજાર તથા સોના-ચાંદીમાં ગાબડા

India, World, Business | 14 February, 2024 | 11:17 AM
સાંજ સમાચાર

રાજકોટ તા.14
અમેરિકામાં મોંઘવારી-ફુગાવાનો દર ધારણાથી ઉંચો રહેતા તથા ગત મહિના કરતા વધુ નોંધાતા વૈશ્ર્વિક અર્થતંત્રમાં તીવ્ર પ્રત્યાઘાતો પડયા હતા. શેરબજાર તથા સોના-ચાંદીમાં ગાબડા પડયા હતા.

અમેરિકી ફુગાવાના ઉંચા દરને પગલે વોલસ્ટ્રીટમાં ગાબડુ પડયુ હતું. આજે ભારત સહિત વિશ્ર્વબજારમાં પણ કડાકો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 700 પોઈન્ટનો કડાકો સુચવતો હતો. ઉંચામાં 71153 તથા નીચામાં 70809 થઈને 71111 સાંપડયો હતો. નિફટી 122 પોઈન્ટ ઘટીને 21621 હતો તે ઉંચામાં 21632 તથા નીચામાં 21530 હતો.

સોના-ચાંદીમાં પણ ગાબડા પડયા હતા. સોનુ 600 રૂપિયાથી વધુ તૂટીને એમસીએકસમાં 61400 હતું. ચાંદી 1500 રૂપિયાના ઘટાડાથી 69400 હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj