લોકસભા ચૂંટણીની તૈયારીઓ ઝડપી ગીયરમાં મૂકતુ ભાજપ : મોડી રાત્રે ગાંધીનગરથી આદેશ છુટયા

લોકસભા માટે આજે રાજયભરમાં ઇન્સ્ટન્ટ સેન્સ : અપેક્ષીતો પણ મર્યાદિત

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 26 February, 2024 | 11:13 AM
◙ જામનગરમાં પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ સહિતના ત્રણ અપેક્ષીતો : રાજકોટમાં રાજયસભાના નવા સાંસદ મયંક નાયક આવે છે : તમામ જિલ્લાઓમાં રાતોરાત સેન્સ લેવા માટે ગોઠવણો શરૂ
સાંજ સમાચાર

◙ તમામ મહાનગરપાલિકાઓના મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારીઓને તાત્કાલીક ગાંધીનગર બોલાવાયા : પોલીસી મેટર હોવાનો દાવો

◙ રાજકોટમાં માલતીબેન મહેશ્વરી, નટુભા ઠાકોર અને મયંકભાઇ નાયક સેન્સ લેશે : લોબીંગ ટાળવા દરેક જિલ્લા અને શહેર પ્રમુખોને તેમના જ વિસ્તારના નામો મોકલાયા

રાજકોટ, તા. 26
દેશમાં લોકસભા ચૂંટણીઓ બહુ ઝડપથી આવી રહી છે તેવા સંકેતમાં ગુજરાતમાં ભાજપે આજે પુરા રાજયમાં ઉમેદવારોની પસંદગી માટે ઇન્સ્ટન્ટ સેન્સ ગોઠવી છે અને ગઇકાલે રાત્રે ગાંધીનગરથી છુટેલા આદેશો મુજબ આજે બપોરે રાજયમાં તમામ 26 લોકસભા બેઠક પર બપોરે 1 થી 6 સુધીમાં સેન્સ યોજાશે અને આ માટે પ્રદેશ સહિતના નિરીક્ષકોેને તાકીદે તેમને ફાળવેલી લોકસભા બેઠક પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે ભાજપ સેન્સ પ્રક્રિયા અંગે અગાઉથી જાહેરાત કરે છે અને તેમાં નિરીક્ષકો તેમજ અપેક્ષીતો અંગે પણ માહિતી આપે છે તે વચ્ચે ગઇકાલે રાત્રે ઓચિંતા જ તમામ જિલ્લા અને પ્રદેશ પ્રમુખોને મળેલી સુચના મુજબ પ્રદેશના ત્રણ નિરીક્ષકો આજે તેમના ફાળવાયેલા મત વિસ્તારમાં પહોંચી રહ્યા છે અને તેઓ બપોરે 1 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરશે.

લોકસભા ચૂંટણી માટે સેન્સના અપેક્ષીતોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવી છે અને જિલ્લા પ્રમુખ, મહામંત્રી, પ્રભારીઓ, ધારાસભ્યો, સ્થાનિક સાંસદ અને પ્રદેશ કક્ષાના અગ્રણીઓ આ રીતે કુલ 100 થી 125 લોકોને સેન્સ આપવા માટે આમંત્રણ અપાયું છે. આમ ઓચિંતી યોજાયેલી સેન્સ પાછળ આગામી તા. 29ના રોજ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક મળી રહી છે અને તેમાં 100થી વધુ નામોની જાહેરાત થનાર છે.

તે સમયે ગુજરાતના નામોને પણ જાહેર કરી દેવાઇ તેવી શકયતા દર્શાવાઇ રહી છે. બીજી તરફ આજે જ ગાંધીનગરમાં રાજયભરમાંથી તમામ મહાનગરપાલિકાના મેયર, સ્ટે.ચેરમેન ઉપરાંત પૂર્વ મેયર અને પૂર્વ સ્ટે.ચેરમેનને તાત્કાલીક કમલમ ખાતે બોલાવાયા છે અને બપોરે 12 વાગ્યે તેઓ સાથે પોલીસી મેટર અંગે ચર્ચા થશે તેવું જાહેર કરાયું છે.

આમ ભાજપે જે રીતે ચૂંટણી કામગીરીને છેલ્લા ગીયરમાં નાખી છે અને સેન્સમાં કોઇને ચૂંટણી લડવાની રજુઆત પણ કરવાની મર્યાદિત તક મળશે અને બીનગંભીર ઉમેદવારોની જે તે સ્થળેથી બાદબાકી કરી દેવાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj