નવી દિલ્હી: મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શાખા ધરાવતી ન્યુ ઈન્ડીયા કો-ઓપરેટીવ બેન્કની ‘ઉઠમણા’ જેવી સ્થિતિમાં આ બેન્કના લાખો ખાતેદારોને એ રાહત છે કે કમસેકમ રૂા.5 લાખ સુધીની તેમની બચત આ બેન્કમાં જમા હશે.
તો તેમને ડિપોઝીટ, ઈુસ્યુરન્સ, થાપણ વિમાનો લાભ મળશે. 2020માં મોદી સરકારે જ દશકાઓ જુની રૂા.1 લાખની થાપણ વિમા મર્યાદા વધારીને રૂા.5 લાખ કરી હતી અને હવે તેમાં પણ વધારીને રૂા.7.50 લાખ કે રૂા.10 લાખ કરવાની વિચારણા કરી રહી છે.
બેન્ક નબળી પડવાની સ્થિતિમાં આ થાપણ વિમાની રકમ શકય તેટલી ઝડપથી તેને બેન્કમાં ફસાયેલા નાણા પરત મળી જાય તે નિશ્ચિત કરવા જઈ રહી છે.
ન્યુ ઈન્ડીયા કોઓપરેટીવ બેન્કમાં રોકડમાં રૂા.122 કરોડની ઘટ હોવાનું રીઝર્વ બેન્કને જાણ થતા જ તુર્તજ સ્પે.ઓડિટ ટીમ મોકલવામાં આવી હતી અને તેમાં બેન્કના એમ.ડી. સહિતના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી ખુલી છે.
જેમાં હવે કાનુની પ્રક્રિયા શરૂ થશે પણ જે રીતે બેન્કમાં થાપણદારો સહિતના નાણા પરત આપવા રીઝર્વ બેન્કે નિયંત્રણો મુકવા પડયા અને તેના કારણે લાખો ખાતેદારો માટે મુશ્કેલી ઉભી થઈ.
તે અંગે હાલ તો ઝડપી કશુ થઈ શકે તેમ નથી. રીઝર્વ બેન્કે આ પ્રકારની સ્થિતિમાં જે થાપણદારોને તેમના બેન્ક ખાતા મારફત હાઉસીંગ લોન સહિતની લોનના હપ્તાનું શેડયુલ હોય તેમને અન્ય બેન્કો મારફત વ્યવસ્થા કરવા સલાહ આપી છે પણ થાપણ વિમા યોજનામાં ડિપોઝીટ કે અન્ય જમા રકમનો કલેમ મળવામાં પણ વર્ષો જાય છે.
ડિપોઝીટ ઈુસ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરેન્ટી કોર્પોરેશન એક તબકકા પછી એકશનમાં આવે છે. ખાસ કરીને સહકારી બેન્કોમાં આ પ્રકારની સ્થિતિ વધુ સર્જાય છે જેમાં કાચી પડતા જ સામાન્ય વર્ગના થાપણદારોના નાણા વધુ ફસાય છે.
હવે ન્યુ ઈન્ડીયા કો-ઓપરેટીવ બેન્કના 1.3 લાખ ખાતેદારો પણ આ પરીસ્થિતિમાં ફસાયા છે. તે સમયે નાણા વિભાગે હવે ડિપોઝીટ-વિમા અંગેની રકમમાં હવે વધારો કરવાની વિચારણા શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy