જામ ખંભાળિયા, તા. 20
ખંભાળિયા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે ચાવીરૂપ એવા પાલિકાના વોટર સ્ટોરના વિવિધ સ્ત્રોતોમાં રવિવારે પાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા સધન સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરના ઘી ડેમ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના પાણી સંગ્રહ માટેના ફિલ્ટર પ્લાન્ટ તેમજ અંડર ગ્રાઉન્ડ સમ્પ વિગેરેને સાફ-સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા નગરજનોને ઘી ડેમ બાદ અહીંથી પાણી અન્ય સ્ટોરેજ વિભાગમાં રાખવામાં આવે છે. તેવા અંડર ગ્રાઉન્ડ વોટર સમ્પ અને ફિલ્ટર પ્લાન્ટના સ્ત્રોતોમાં નગરપાલિકાના વોટર વર્ક્સના સ્ટાફ દ્વારા સાધન સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી નગરપાલિકાના વોટર વકર્સ ઈજનેર એન.આર. નંદાણીયા તેમજ તેમની ટીમ દ્વારા ગઈકાલે રવિવારે શહેરમાં પાવર કાપના સમયગાળાનો ઉપયોગ કરી અને અગાઉથી આયોજનબદ્ધ રીતે સવારથી જ આ સાફ-સફાઈની સઘન કામગીરી કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy