સ્માર્ટ વીજ મીટરો પ્રિપેઇડને પોસ્ટપેઇડ કરવા રજૂઆત

Local | Jamnagar | 17 April, 2024 | 02:44 PM
સાંજ સમાચાર

જામનગર તા.17
 

જામનગરમાં ફરજીયાત પ્રિ-પેઈડ સ્માર્ટ વીજ મીટર મામલે રાજ્યના ઉર્જા સચિવને સતત રજુઆત કરતી આવેલી ગ્રાહક સંસ્થા દ્વારા લોકો પાસેથી એકઠા થયેલા સુચનો સાથે પુન: પીજીવીસીએલની વર્તુળ કચેરીના માધ્યમથી ઉર્જા સચિવને લેખિત રજુઆત કરીને સ્માર્ટ વીજ મીટરો પ્રિ-પેઈડના બદલે પોસ્ટ પેઈડ કરવા તેમજ મુકાઈ રહેલા સ્માર્ટ વીજ મીટરો ખુબ જ વિશ્વસનિય છે, જમ્પ નહીં કરે હાલ જેટલું વીજ વપરાશનું મીટરનું રીડીંગ થશે. જેવા મુદ્દે રાજ્યની તમામ વિજ કંપનીઓના ડીવિઝનલ ઈજનેરો સોગંદનામું કરે તેવી માંગણી પણ કરી છે. 

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઈ મજીઠીયા સહિતનાઓએ રાજ્યના ઉર્જા સચિવને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, લોકો પાસેથી પાણી વેરાના વર્ષ પુરું થયા બાદ વસુલવામાં આવે છે. આ જ રીતે ઈન્કમ ટેક્સ અને જીએસટી પણ એક વર્ષ પુરું થાય તે પછી વસુલવામાં આવે છે. તો વીજળીના નાણા પણ એડવાન્સ ઉઘરાવવાનું રદ કરવું જોઈઅ. લાઈટ અને પાણી એક આવશ્યક સેવા છે. તેમજ જીવન જરુરી સેવા છે.

તો જરુરી સેવાના નાણા એડવાન્સ ઉઘરાવવા શું વ્યાજબી ગણાય ? સરકાર પણ કર્મચારીઓને એડવાન્સ નહીં પણ મહિનાના અંતે પગાર ચુકવે છે. સેવા બાદ જ તેના નાણાની ઉઘરાણી સંવૈધાનિક ગણાય. સ્માર્ટ વીજ મીટરોથી પ્રમાણિક વીજ ગ્રાહકો ઉપર બોજ વધશે. કારણકે જે લોકો વીજ ચોરી કરવાના છે તેને સ્માર્ટ મીટર ફાયદાકારક છે. સ્માર્ટ વીજ મીટરના કારણે દર માસે વીજ કંપનીના કર્મચારીઓ વીજ મીટર બીલ માટે ચેક કરવા આવશે જ નહીં. એટલે ચોરી પકડાવાનો ડર રહેશે નહીં. જે લોકો ડાયરેક્ટ વાયર નાંખીને ચોરી કરે છે. જે લોકો ડાયરેક્ટ મીટર બાયપાસ કરીને અથવા લંગરીયા નાંખીને વીજ ચોરી કરે છે તે વીજ ચોરી પીજીવીસીએલએ પહેલા અટકાવવી જોઈએ. વીજ લોસ રોકવો જોઈએ ત્યાર બાદ સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ આગળ વધારવો જોઈએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj