શું તમારા ફોનમાં સ્પાયવેર છે ?

Technology | 03 May, 2025 | 03:06 PM
થર્ડ પાર્ટી એપથી પેગાસસ જેવા એડવાન્સ ટૂલ્સ હોય કે લોકલ માલવેર હોય આ રીતે બચો ડેટા ચોરીથી, ખતરો વાસ્તવિક છે. પરંતુ સવાલ એ છે કે, તમારા ફોનમાં કંઇક ગરબડ છે કે નહીં તે તમે કેવી રીતે જાણી શકો ?
સાંજ સમાચાર

મુંબઈ:
આજકાલ આપણો મોટાભાગનો વ્યક્તિગત અને વ્યાવસાયિક ડેટા ફોનમાં હોય છે, જેમાં બેન્કિંગ એપ્લિકેશન્સ, વ્યક્તિગત ચેટ્સ, દસ્તાવેજો અને બાયોમેટ્રિક વિગતોનો પણ સમાવેશ થાય છે.

આવી સ્થિતિમાં જો તમારા ફોનમાં કોઈ સ્પાયવેર હોય તો તમારી પ્રાઈવસી સંપૂર્ણપણે ખતરામાં આવી શકે છે. ચિંતાની વાત એ છે કે, આવા સ્પાયવેર ઘણીવાર ફોનમાં કોઇ સૂચના કે એલર્ટ વગર પ્રવેશ કરે છે અને લાંબા સમય સુધી એક્ટિવ રહે છે. 

કેવી રીતે શોધશો ? કેટલાક સાધનો કે જે મદદ કરી શકે 
તાજેતરમાં જ ભારત સરકારનાં સીઈઆરટી-ઈન વિભાગે કેટલાક મહત્વનાં બોટ રિમૂવલ ટૂલ્સ પણ બહાર પાડ્યાં હતાં, જેને મોબાઈલ, લેપટોપ વગેરેમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. આ સાધનો આઇઓએસ અને એન્ડ્રોઇડ ઉપકરણોના બેકઅપ્સને સ્કેન કરીને સ્પાયવેરના નિશાન શોધી શકે છે.

માલવાહિત્સ, અવાસ્ટ મોબાઇલ સિક્યોરિટી જેવી એપ્સ પણ એન્ડ્રોઇડ યુઝર્સ માટે મદદરૂપ થઇ શકે છે. એન્ડ્રોઇડ વપરાશકર્તાઓએ પ્લે પ્રોટેક્ટ વિકલ્પ ચાલું રાખવો જોઈએ અને ગૂગલ પ્લેની બહાર કોઈપણ એપીકે ફાઇલોને ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરવાનું ટાળવું જોઈએ.

આ છે સ્પાયવેરના લક્ષણો 
► જો ફોનનું પરફોર્મન્સ અચાનક ધીમું પડી જાય તો ચેતી જજો
► જો તમારો ફોન કોઇ હેવી એપ કે અપડેટ વગર અચાનક જ ધીમો પડી ગયો હોય અથવા બેટરી વધુ પડતી ઓછી થતી હોય તો તે બેકગ્રાઉન્ડ પ્રોસેસ એટલે કે સ્પાયવેરનું કામ હોઇ શકે છે.
► અજ્ઞાત એપ્લિકેશનો અથવા કેમેરા/માઇક્રોફોન કોઈપણ કારણ વિના સક્રિય હોય 
► કેટલીક સ્પાયવેર એપ્સ પોતાનાં આઇકનને છુપાવે છે, પરંતુ જો તમે સેટિંગમાં જઇને ઇન્સ્ટોલ કરેલી એપ્સની સંપૂર્ણ યાદી જુઓ તો શંકાની સોય કોઇ અજાણ્યાં નામ પર જઇ શકે છે. વળી, જો કેમેરા કે માઇક્રોફોન અચાનક જ ચાલું થઇ જાય છે, તો તે એક ખતરાનો સંકેત હોય શકે છે.
► ડેટાનો ઉપયોગ એકાએક વધી જાય છે, ખાસ કરીને જ્યારે ફોન ઉપયોગમાં ન હોય ત્યારે 
► જો તમે ફોનનો ઉપયોગ નથી કરી રહ્યાં તો પણ ડેટા ઘણો ખર્ચાઈ રહ્યો છે, તો સ્પાયવેર ક્યાંકને ક્યાંક તમારી ફાઇલ્સ, લોકેશન કે ઓડિયો ક્લિપ્સ મોકલી રહ્યાં હશે.
► એસએમએસ અથવા ઇમેઇલમાં વિચિત્ર લિંક્સ અથવા ઓટીપી રિક્વેસ્ટ આવે 
► ફિશિંગ એટેક અથવા સ્પાયવેર શરૂ થયાં પછી, ઓટીપી, અજાણ્યાં લોગિન અથવા લિંક્સવાળા સંદેશા ફોન પર આવવાનું શરૂ થઈ શકે છે. તેમનાં પર ક્લિક ન કરો અને સાવધ રહો. 

 

કેટલીક સરળ પરંતુ અસરકારક સાવચેતી :-

◙ કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં, પછી ભલે તે એસએમએસમાં આવે કે વોટ્સએપમાં.
◙ દરેક એપ્લિકેશનને, ખાસ કરીને કેમેરા, માઇક, લોકેશન જેવી, વધારે પડતી પરવાનગી આપશો નહીં.
◙ જ્યારે જાહેર વાઈ-ફાઈ સાથે જોડાણ કરવામાં આવે ત્યારે વીપીએનનો ઉપયોગ કરો.
◙ ફોનનાં ઓએસ અને એપ્સને હંમેશાં અપડેટ કરતાં રહો, કારણ કે આ અપડેટ્સ સિક્યોરિટી ફિક્સ સાથે આવે છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj