જામનગરમાંથી ગાંજો વેચતો ઇસમ ઝડપાયો

Crime | Jamnagar | 15 April, 2024 | 02:59 PM
સાંજ સમાચાર

જામનગર તા.15: 
જામનગરમાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે જામનગરના વિક્ટોરિયા પુલ નજીક આવેલ સીટી બસ સ્ટેન્ડની બાજુમાં જાહેર શૌચાલય પાસેથી સુરેન્દ્રનગરના શખ્સને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો જ્યારે તેની પૂછપરછમાં જામનગરના શખ્સની સંડોવણી સામે આવી છે. હાલ તેને ફરારી જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.યુવાનોને નશા ના રવાડે ચડાવવા ના આ કરતૂતમાં અન્ય કોની સંગ્રહની છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં ગાંજાના જથ્થાને લઈ એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસ સ્ટાફે તાત્કાલિક વિક્ટોરિયા પુલ નજીક રેડ પડી હતી. જ્યાં શંકાસ્પદ હીલચાલમાં રહેલા એક શખ્સની અટકાયત કરી તેની તલાસી લેતા સુરેન્દ્રનગરના વઢવાણ પાસે બસ સ્ટેન્ડ નજીક રહેતા મુબારક અબુભાઈ બાવળીયા નામના 26 વર્ષીય શખ્સના કબજામાંથી 500 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 5000 ની કિંમતમાં ગાંજાનો જથ્થો કરી તેમની વધુ પૂછપરછ કરતા મામદ મુસાભાઇ કકલ નામના જામનગરના શખ્સને આ જથ્થો વેચાણ અર્થે આપવા આવી રહ્યો હોવાનું ખુલ્યું હતું. જેને લઈને પોલીસે મુબારકના કબજા માંથી રોકડ રકમ ઉપરાંત મોબાઈલ સહિતના 15,250 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

પોલીસે હાલ જામનગરના મામદ મુસાભાઈ કકલ નામના શખ્સની તપાસ હાથ ધરી છે અને આ પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ કલમ 8(સી), 20(બી)(2)(એ) 29 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એચ.બી. વડાવીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે..

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj