વેરાવળનાં ડ્રગ્સ પ્રકરણમાં ઇશાક મુખ્ય ડીલર: રાજકોટનાં અજાણ્યા શખ્સની શોધખોળ

Crime | Veraval | 26 February, 2024 | 11:23 AM
તમામ આરોપીઓનાં 12 દિવસના રીમાન્ડ મંજૂર: સેટેલાઇટ ફોન પાકિસ્તાનના મુર્તજાએ આપ્યો હતો: દક્ષિણ આફ્રિકાથી મૂળ જોડીયાના ઇશાકે વોટ્સએપથી લોકેશન મોકલતો હતો
સાંજ સમાચાર

 

વેરાવળ તા.26
 

વેરાવળ બંદરમાંથી ઝડપાયેલ હેરોઇન કેસમાં આરોપીનો આંક વધતા સાત વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પાકિસ્તાની મુર્તજાએ મધદરિયે હેરોઇનની ડિલિવરી કરાવી તથા દક્ષીણ આફ્રિકા કનેક્શન ધરાવતો ઈશાક ભારતનો સૌથી મોટો ડીલર હોવાનું બહાર આવેલ છે. 

વેરાવળ બંદરેથી ઝડપાયેલા રૂા.350 કરોડના હેરોઈનના કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે. તેમાં ચોંકાનવારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઓમાનના મધદરિયે ડ્રગ્સની ડિલિવરી કરાનાર મુર્તજા મૂળ પાકિસ્તનનો નાગરીક છે જે ઈરાનની બોટ ચલાવતો હતો. જ્યારે બીજો આરોપી જામનગરનો ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠાં-બેઠાં સૂચના આપતો હતો. જે ભારતનો સૌથી મોટો ડ્રગ ડીલર છે. હાલ આ કેસમાં મુખ્ય સાત આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે. જેમાંથી ઝડપાયેલા ત્રણ આરોપીઓના 12 દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

વેરાવળ બંદરેથી ઝડપાયેલા 350 કરોડના હેરોઈન ડ્રગ્સના ગુનામાં આરોપી આસીફ કારા જુસફ સમા, અરબાઝ અનવર પમા (બંન્ને રહે.જામનગર) અને ટંડેલ ધરમેન બુદ્ધીલાલ કશ્યપ (રહે. મુળ યુપી) ના 12 દિવસના રીમાન્ડ ઉપર સોપેલ છે.

દરમ્યાન હેરોઈન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર જોડીયાનો ઈશાક હુશેન ઉર્ફે રાવ ઉર્ફે મામા, હેરોઈન આપનાર મૂર્તજા, તેના શેઠ અરબાબ અને રાજકોટના અજાણ્યા શખ્સ સહિત કુલ સાત શખ્સો સામે હાલ ગુનો દાખલ કર્યો છે. સુરક્ષા એજન્સીઓએ ત્રણેય આરોપીઓનો પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

જેમાં પ્રાથમિક તબક્કે વેરાવળ બંદરેથ ઝડપાયેલું 350 કરોડનું હેરોઈન ડ્રગ્સ મંગાવનાર તરીકે જેનું નામ ખુલ્યું  છે તે જોડીયાનો ઈશાક ઉર્ફે મામો અગાઉ મોરબીના ઝીંઝુડા ગામમાંથી એટીએસે ઝડપી લીધેલા 600 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સના કેસમાં પણ વોન્ટેડ છે.

ઈશાકના પરિવારના અમુક સભ્યો હાલમાં જોડીયા રહે છે. જે રીતે મોરબીના ઝીંઝુડાના 600 કરોડના અને વેરાવળના 350 કરોડના હેરોઈનમાં ઈશાકનું નામ ખુલ્યુ છે તે જોતાં હાલમાં તે ગુજરાતનો જ નહીં ભારતનો સૌથી મોટા પૈકીનો એક ડ્રગ ડીલર હોવાની સંભાવના પણ ગીર સોમનાથ પોલીસના સુત્રો શકયતાઓ દર્શાવી છે.

ઓમાન દેશની હદના મધદરીયે ટંડેલ ધરમેનને હેરોઈનનો જથ્થો આપનાર મુર્તજા પાકિસ્તાનનો નાગરિક હોવાની સાથે હાલ ઈરાનની બોટ ચલાવતો હોવાની સાથે તેનો શેઠ અરબાબ નામનો વ્યક્તિ હોવાની માહિતી સામે આવી છે. વધુમાં ટંડેલ ધરમેન પાસેથી જે સેટેલાઈટ ફોન મળ્યો છે તે તેને મુર્તજાએ આપ્યો હતો. ટંડેલ ધરમેન હેરોઈનનું ક્ધસાઈનમેન્ટ લઈ વેરાવળ બંદરે પહોંચી ગયા બાદ તેને મુર્તજાએ વોટસએપ કોલ કરી ક્ધસાઈનમેન્ટ કયા પહોંચાડવાનું છે તે જણાવ્યું હતું.

ત્યારબાદ મુર્તજના શેઠ અરબાબે પણ તેને વોટસએપ કોલ કરી એક કારમાં ક્ધસાઈનમેન્ટ તરીકે આવેલા બંન્ને પાર્સલો રાખી દેવાનું કહ્યું હતું. ત્યારબાદ રાત્રે નવેક વાગ્યે કાર આવી હતી. જેનો ફોટો ટંડેલને મુર્તજા વોટસએપથી મોકલી આપ્યો હતો. જયાંથી ગ્રીન સિન્ગલ મળ્યા પછી તેણે તે કારમાં બે પૈકીનું હેરોઈનનું એક પાર્સલ રખાવી દીધું હતું. જો કે સામે છેડેથી મુર્તજા અને તેને શેઠે બંન્ને પાર્સલ કારમાં રખાવી દેવાનું કહેતાં ટંડેલ ધર્મેને તેમને કહ્યું કે જયાં સુધી વાત થયા મુજબ મને રૂ.50 હજાર નહીં મળે ત્યાં સુધી હું બંને પાર્સર્લ કારમાં રાખીશ નહીં. ત્યારે તેણે મુર્તજાના શેઠ અરબાબને કોલ કરી જણાવ્યું કે એક પાર્સલની ડીલેવરી થઈ ગઈ છે. બીજા પાર્સલની મને 50 હજાર રૂપિયા મળશે પછી જ ડીલેવરી કરીશ તેવી વિગતો ગીર સોમનાથ પોલીસને મળી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસે બોટના ટંડેલ ધર્મેન્દ્ર કશ્યપની આગવીઢબે પૂછપરછ કરેલ જેમાં જાણવા મળ્યા મુજબ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી ઓમાનના મધદરિયે ફિશિંગ બોટમાં મુર્તઝા નામના ઈસમ દ્વારા કરાઈ હતી તેમજ આ ડ્રગ્સની વેરાવળ ખાતે ડિલિવરી ક્યાં પહોંચાડવી સહિતની સૂચનાઓ જામનગરના જોડિયાનો ઇશાક નામનો ઈસમ આપતો હોવાનું ખૂલ્યું છે.

આ ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે અને હાલ દક્ષિણ આફ્રિકામાં બેઠાં-બેઠાં લોકેશન મોકલી સૂચનાઓ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.ગુજરાત રાજ્યમાં ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શન પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાતમાં ડ્રગ્સ મુક્તિ માટે જંગ છેડી દેવામાં આવી છે. એટલુ જ નહિ, ગંભીર ગુનાઓમાં આરોપીઓને ખુબ જ ઝડપી અને કડક સજા મળે તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોની પ્રતિતિ કરાવતી કાર્યવાહી ગુજરાત પોલીસે કરી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj